અમરેલી પાલીકાની કારોબારી બેઠક મળી

  • કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી જયશ્રીબેન ડાબસરાના નેતૃત્વમાં
  • અમરેલી નગરપાલીકાના નવા બિલ્ડીંગનું સરદાર વલ્લભભાઇ પટેલ ભવન નામકરણ કરવા ઠરાવ કરાયો
  • હરીઓમ એજન્સીના બિલો નહીં ચુકવવા , વર્ક ઓર્ડર રદ કરવા અને બ્લેકલીસ્ટ કરવા નિર્ણય
  • નગરપાલીકા વતી હરીઓમ એજન્સી સામે દિવસ 8 માં કાર્યવાહી કરી ફોઝદારી કરવા ઠરાવ કરાયો

અમરેલી, (ડેસ્ક રીપોર્ટર)
અમરેલી પાલીકાની કારોબારી સમિતિની એક બેઠક જયશ્રીબેન ડાબસરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં કારોબારી સમિતિના સભ્યો અલ્કાબેન ગોંડલીયા, નટુભાઇ સોજીત્રા, પ્રકાશભાઇ કાબરીયા, હિરેનભાઇ સોજીત્રા, કિરણબેન વામજા ઉપસ્થિત રહી કારો બેઠકમાં કાર્ય સુચી પ્રમાણે બે ઠરાવો કરવામાં આવેલ. જેમાં આરોગ્ય શાખા હસ્તકની સફાઇ કામગીરી હેઠળ, હરિઓમ એજન્સી બીલોના પેમેન્ટ નહીં ચુકવવા, એજન્સી તરીકે બ્લેકલિસ્ટ કરવા, વર્ક ઓર્ડર રદ કરવા બાબતે ન્યાયીક તપાસ કમિટીની નિમણૂંક કરવામાં આવેલ હુકમ રદ કરવાનું ઠરાવવામાં આવેલ. સદર ઠરાવમાં હરિઓમ કન્સ્ટ્રકશન વિરૂધ્ધ થયેલ ઠરાવ મુજબ એજન્સી વિરૂધ્ધ કાર્યવાહી કરવા અને તેઓની સામે ફોજદારી પગલા લેવા તેઓની ડીપોઝીટ જપ્ત કરવાની કાર્યવાહી કરવા ચીફ ઓફિસર તેમજ આરોગ્ય અધિકારીને દિન – 8 માં કરેલ કાર્યવાહીની જાણ કરવાનું પણ સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે.
અમરેલી પાલિકા કચેરીના નવા અદ્યતન બિલ્ડીંગ તૈયાર થયેલ. બિલ્ડીંગના નામકરણ બાબતે જુદી – જુદી માંગણીઓ આવેલ જેની બેઠકમાં ઉંડાણ પૂર્વક ચર્ચા વિચારણા કરતા નવા બિલ્ડીંગને શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ નામકરણ કરવા અંગેનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ તેમજ જયશ્રીબેન ડાબસરાની યાદીમાં જણાવાયુ છે.