અમરેલી પાલીકાની ટેક્સ શાખા મિલ્કત જપ્તીમા લે તે પહેલા બાકીદારોએ વેરાની રકમ ભરપાઈ કરી

અમરેલી,અમરેલી નગરપાલીકાની મુખ્ય આવકના સ્ત્રોત્ર સમાન વેરા વસુલાત શાખાનો બાકી વેરો નહી ભરપાઈ કરનાર બાકીદારોને બાકી રકમ ભરી જવા માટે માંગણા નોટીસો ફટકારવામાં આવી હોવા છતા પણ વેરાની રકમ નહી ભરનાર આસામીઓની મિલ્કત જપ્તીમાં લેવાની કામગીરીનો પ્રારંભ આજથી શરૂ કરવામાં આવ્યો હતો.જેમાં વોર્ડ નં.11માં બે આસામી પાસે રૂ.40 હજારથી વધ્ાુ રકમની વેરાની રકમ બાકી હોય તે મિલ્કતને જપ્તીમા લેવાની કામગીરી હાથ ધરવામાં આવે તે પહેલા જ બન્ને બાકી વેરાની રકમના ચેક નગરપાલીકાની વેરા વસુલાત શાખાના અધિકાારીઓને આપી દેતા આ કામગીરી મુલત્વી રાખવામાં આવી હતી.હજુ પણ આવી મિલ્કતોને જપ્તીમા લેવાની કામગીરી અવિરત પણે ચાલુ રહેશે.
નગરપાલીકાની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.11માં વઢવાળા બીપીનભાઈ(ગીગેવ એન્જીનેરીંગ)નો છેલ્લા 4 વર્ષથી રૂ.49 હજાર જેવો વેરો બાકી નીકળતો હતો.આવીજ રીતે ભોજલરામ વાડીમાં રહેતા તળાવીયા મનજીભાઈ ભીમજીભાઈએ છેલ્લા 4 વર્ષથી બાકી નીકળતા રૂ.66 હજાર જેવી રકમ લાંબા સમયથી ભરી ન હોય તે રકમ ભરી જવા માટે પાલીકાની વેરા વસુલાત શાખાએ માંગણા નોટીસો ફટકારી હોવા છતા પણ વેરાની રકમ નહી ભરતા અંતે આજ રોજ ઉપરોક્ત બન્ને મિલ્કતો જપ્તીમાં લેવાની કાર્યવાહી હાથ ધરવવામાં આવે તે પહેલા ઉપરોક્ત બન્ને આસામીઓએ સ્થળ ઉપર બાકી રકમના ચેક આપી દેતા ઉપરોક્ત કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી હતી.હજુ પણ આવી મિલ્કતોને જપ્તીમાં લેવાની કાર્યવાહી કડક હાથે ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.ઉપરોક્ત કામગીરી વેરા વસુલાત શાખાના અધિકારી નિતિનભાઈ કારીયાની આગેવાની હેઠળ અતુલભાઈ,દિલીપભાઈ વઘાસીયા,ભરતભાઈ ધાનાણી,જી.કે.ઝાલાવડીયા,અશોકભાઈ મેશુરીયા,રીયાજભાઈ નેવીવાલા,કિશોરભાઈ પટેલ,કિરિટભાઈ કાબરીયા સહિતના કર્મચારીઓએ ફરજ બજાવી હતી.