અમરેલી પાલીકા દ્વારા બંધાતા સેલ્ટર હાઉસનું કામ પુર્ણતાના આરે

અમરેલી, અમરેલી શહેરનાં મુખ્ય રસ્તાઓ તેમજ મંદીર, મસ્જીદ અને ફુટપાથ ઉપર ટાઢ, તડકો, વરસાદ જેવી સીઝનમાં પણ ભિક્ષુકો તેમજ અંધ, અપંગ, વૃધ્ધ, નિરાધારને રહેવા માટે કોઇ આશ્રય સ્થાન ન હોય રાજ્ય સરકારની ગુજરાત અરબર લાઇવલી વુડન મિશન અંતર્ગત અમરેલી નગરપાલીકા દ્વારા સાવરકુંડલા રોડ ઉપર બે હજાર ચોરસ મીટર જમીન ઉપર સેલ્ટર હાઉસ નામનું સંકુલ ઉભુ કરવામાં આવ્યું છે. આ સંકુલ બનાવવા પાછળ રાજ્ય સરકાર દ્વારા રૂા. બે કરોડ આપવામાં આવ્યાં છે. જ્યારે આ સેલ્ટર હાઉસમાં રહેનાર ભિક્ષુકોને રહેવા પાછળ દર વર્ષે થનાર ખર્ચ પેટે પાંચ વર્ષનાં રૂપીયા 30 લાખ જેવી સહાય પણ અમરેલી નગરપાલીકાને આપવામાં આવી છે. આ સેલ્ટર હાઉસમાં તમામ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામાં આવનાર છે. જેમાં બે માળનાં બેડ તેમજ જમવા સહિતની તેમજ કબાટ સહિતની તમામ પ્રકારની સેવાઓ પુરી પાડવામાં આવનાર છે.
નગરપાલીકાનાં સુત્રોના જણાવ્યા પ્રમાણે અમરેલી શહેરમાં ફુટપાથ ઉપર તેમજ મંદિર પાસે સુતા રહેતા બાળકો, દિવ્યાંગ, મહિલા, પુરુષ અને ભિક્ષુકોને રહેવા માટેનું કોઇ આશ્રય સ્થાન ન હોવાનાં કારણે આવા લોકો ગમે ત્યાં પડ્યા પાથર્યા રહેતા હોય છે. જેના કારણે શહેરજનોને અવાર નવાર આવા લોકોને સામનો કરવો પણ પડતો હોય છે. આ સમસ્યા હલ કરવા માટે સરકાર દ્વારતા ગુજરાત અરબન લાઇવલી વુડ મિશન અંતર્ગત અમરેલી નગરપાલીકા દ્વારા સેલ્ટર હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે હવે પુર્ણતાનાં આરે છે અને ટુંક સમયમાં આવા ભિક્ષુકોને તેમજ અંધ, દિવ્યાંગ લોકોને રહેવા માટેનું ઉત્તમ સ્થળ મળી રહેશે.