અમરેલી પાસે સાડા છ હજાર બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપાયો

  • રાજસ્થાનથી જુનાગઢમાં ઠાલવવા માટે જતો હતો ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો 
  • એલસીબીના શ્રી કરમટાને અમરેલી જિલ્લામાં દારૂ ભરેલ વાહન પ્રવેશ્યાનું સિગ્નલ મળ્યું અને અમરેલીના વરસડા પાસે ભુસાની નીચે છુપાવીને લઇ જવાતો દારૂ મળ્યો 
  • સરકારી ચોપડે 6420 દારૂની બોટલની કિંમત 26 લાખ, બજાર કીમત 1 કરોડ

અમરેલી, કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્ર માટે અમરેલી રેઢુ પડ નથી અમરેલી જિલ્લામાં દારૂ વેંચવાનું તો ઠીક પણ અમરેલી જિલ્લામાંથી પસાર થવાનું પણ ભુલથી અમરેલીનો રૂટ પકડવાનું ભારે પડે છે તેની સાબીતી જોવા મળી છે ગત મધરાત્રીના શ્રી હિમકરસિંહની સુચનાથી વોચ ગોઠવી રહેલી ક્રાઇમ બ્રાંચે અમરેલી પાસેથી દારૂની સાડા છ હજાર બોટલ ભરેલ વાહન પકડી પાડયું હતુ.
હરીયાણાની પ્રોડકટ અને રાજસ્થાનથી ભરી અને જુનાગઢમાં ઠાલવવા માટે જઇ રહેલા રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના માવલી તાલુકાના રખ્યાવલ ગામનો પ્રકાશ રતન ડાંગીના આયસરને વરસડા પાસે રોકતા તેમાંથી ભારતીય બનાવના વિદેશી દારૂ (આઇએમએફએલ) ની રોયલ ચેલેન્જકલાસીક પ્રિમીયમ વ્હીસ્કીની 750 એમએલની બોટલો ભરેલ કુલ પેટી નં.100, જેની કિંમત રૂા.6,24,000 તથા મેકડોવેલ નંબર 1 સુપીરીયલ વ્હીસ્કીની 750 એમએલની બોટલો ભરેલ કુલ પેટી નં.435 જેની કિંમત રૂા.19,57,500 મળી કુલ પેટી નંગ 535 દારૂની કુલ 6420 બોટલો જેની કિંમત રૂા.25,81,500 તથા મોબાઇલ ફોન નંગ 1 કિંમત રૂા.5000 તથા આયસર ટ્રક રજી. નં. જીજે 06 બીટી 8125 કિંમત રૂા.8,00,000 તથા ભુસુ ભરેલ સફેદ કલરના બાચકા નન. 55 કિંમત રૂા.00 તથા એક તાડપયી કિંમત રૂા.500 મળી કુલ કિનમત રૂા.33,87,000 નો મુદામાલ કબ્જે કરેલ હતો.જાણવા મળતી માહીતી અનુસાર અમરેલી એસપીશ્રી હિમકરસિંહ દ્વારા દારૂ અને જુગારની બદીઓ માથુ ઉચકે તે પહેલા જ ડામી દેવા માટે સુચના અપાયેલ હતી તેના અનુસંધાને વોચ ગોઠવી નજર રાખી રહેલા એલસીબીના શ્રી આર કે કરમટાને અમરેલી જિલ્લામાં દારૂ ભરેલ વાહન પ્રવેશ્યાનું સિગ્નલ મળ્યું હતુ અને અને અમરેલીના વરસડા પાસે ભુસાની નીચે છુપાવીને લઇ જવાતો દારૂ મળ્યો હતો.અને તેમા બીલ ઇલેકટ્રૄનીક આઇટમોનું હોવાથેી પોલીસે દારૂબંધી ઉપરાંત આઇપીસી હેઠળની કલમો પણ આરોપી સામે નોંધાવી છે.અત્રે એ ઉલ્લેખનિય છે કે, સરકારી ચોપડે 6420 દારૂની બોટલની કિંમત 26 લાખ જેવી ગણાય છે કારણ કે તે એક બોટલનો ભાવ 300થી 400 વચ્ચે ગણે છે જે તેની એમઆરપી હોય છે પણ હકીકતમાં ખાનગીમાં આ દારૂ 1000થી 1200 સુધી એક બોટલ ના ભાવે જતો હોય છે જેથી તેની બજાર કીમત 1 કરોડ જેવી  છે.