- ભોજલપરામાં ટ્રકે વિજવાયરો તોડી નાંખતા અંધારામાં તુરંત વિજ પુરવઠો શરૂ કરાયો
અમરેલી,
ગઈ રાત તારીખ 30/10 ના રોજ કેરિયા રોડ ભોજલપરા શેરી ન 9 ના ખૂણે રાતના 3.30 વાગ્યા ની આસપાસ એક મોટી ઊંચો ભાર ભરેલી ટ્રક અમરેલી શહેર તરફ પ્રતિબંધ વિસ્તારમાં ઘુસી ગયેલ અને પીજીવીસીએલ ના વાયરો તોડીને અને ટ્રાન્સફોર્મર ને નુકશાન પહોંચાડી ની નાસી ગયેલ..અને કેરિયા રોડ થી માણેકપરા, સુખનાથપરા, રાજકમલ ચોક,ટાવર થી ભાટિયા શેરી સુધી વીજપુરવઠો ખોરવાઈ ગયેલો.તુરંત પીજીવીસીએલ નો સ્ટાફ રાત્રી ના અંધારામાં કામગીરી કરવા ગયેલ અને વીજપુરવઠો ચાલુ કરવામાં લાગી ગયેલ.પીજીવીસીએલ ના નાયબ ઈજનેર મહેશભાઈ કાલાણી દ્વારા તથા પોલીસ કમાન્ડ કનટ્રોલ રૂમ ના સીસીટીવી કેમેરા ની મદદ થી આ નાસી છુટેલ ટ્રક રાજેસ્થાનનો હોય તેને સાવરકુંડલા માંથી પકડી પાડેલ અને નુકશાન નું વળતર ભરાવેલ..આમ પીજીવીસીએલ દ્વારા કમાન્ડ કંટ્રોલ રૂમ ના સ્ટાફનો આભાર માનેલ.જેઓ દ્વારા ટ્રક ને શોધવામાં ઘણી મદદ કરેલ. આમ બિનઅધિકૃત રીતે પાવર ખોરવાતો હોય ગ્રાહકો ના રોષ નો ભોગ પીજીવીસીએલ ને બનવું પડે છે