અમરેલી પીપલ્સ કો.ઓ.સોસાયટી દ્વારા શ્રી સંઘાણીનું સન્માન કરાયું

  • સહકારી ક્ષેત્રનાં અગ્રણી શ્રી દિલીપભાઇ સંઘાણીની એનસીયુઆઇમાં વરણી થતાં
  • મંડળીનાં ચેરમેન એ.ડી.રૂપારેલ અને બોર્ડ ઓફ ડીરેક્ટરોની ઉપસ્થિતિ

અમરેલી,
અમરેલી સહકારી ક્ષેત્રનાં અગ્રણી અને સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ એવા માનનીય પૂર્વ કૃષી તથા સહકારમંત્રી દિલીપભાઇ સંઘાણીની નેશનલ કો – ઓપરેટીવ યૂનિયન ઓફ ઇન્ડિયા (એન.સી.યુ.આઇ.) ના ચેરમેન પદે વરણી થયેલ છે. અને ન કેવળ અમરેલીને પુરંતુ સમગ્ર ગુજરાતને રાષ્ટ્રીયકક્ષાએ ગૌરવ પ્રદાન કરેલ છે. આવી ગરીમાપૂર્ણ અને અદ્વિતીય ઉપલબ્બીને બીરદાવવા માટે હમેશા અગ્રેસર એવી ક્રેડીટ સોસા. છે. અમરેલી પીપલ્સ કેડીટ કો. ઓપ.સોસા.લી. અમરેલીનાં હોદેદારો – ચેરમેન અનિલકુમાર ડી. રૂપારેલ ચાટેર્ડ એકાઉન્ટન મેને. ડિરે. નાગજીભાઇ સાવલીયા, ડિરેકટરો સતીષભાઇ એન. આડતીયા, અખિલ રૂપારેલ દ્વારા પૂષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવેલ હતા. અને સહકારી પ્રવૃતિને ઉચ્ચલક્ષ્યાંંકો સુધી કેમ પહોંચાડવી તેની તંદુરસ્ત ચર્ચા વિચારણા કરવામાં આવેલ તથા અહેવાલ સોસાયટીનાં મેનેજર ધર્મેન્દ્ર જોષી દ્વારા આપવામાં આવેલ છે.