અમરેલી પોલીસના નિષ્ઠાવાન નિવૃત એએસઆઇ શ્રી રસુલભાઇ ખોખરની ચીર વિદાય

રાઇટર હેડ તરીકે ફરજ બજાવી ચુકેલા શ્રી રસુલભાઇના નિધનથી પોલીસ બેડામાં ઘેરો શોક

અમરેલી,બેસ્ટ મેમરી ઓફ ગુજરાત પોલીસનો એવોર્ડ મેળવનાર અમરેલી પોલીસના નિષ્ઠાવાન નિવૃત એએસઆઇ શ્રી રસુલભાઇ ખોખરનું નિધન થતા પોલીસ તંત્રમાં શોકની લાગણી ફરી વળી છે કોઇને દાખલા કાઢવા હોય, સર્ટીફીકેટ મેળવવા હોય કે સ્ટાફને ટેકનીકલ મદદની જરૂર હોય ત્યારે શ્રી રસુલભાઇની મદદ લેવાતી હતી અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં રાઇટર હેડ તરીકે ફરજ બજાવી ચુકેલા શ્રી રસુલભાઇના નિધનથી પોલીસ બેડામાં ઘેરો શોક છવાયો છે.