અમરેલી પોલીસની કામગીરી બેસ્ટ : રેન્જ આઇજી શ્રી અશોક યાદવ

સમાજના દરેક લોકો સાથે સંકલન : અમરેલી પોલીસ દ્વારા અસરકારક કામગીરી જો લોકડાઉનનો ભંગ કર્યો તો કારકિર્દી મુકાશે જોખમમાં : સરકારી નોકરી અને પાસપોર્ટથી હાથ ધોઈ નાખવા પડશે, અમરેલી,ભાવનગર,બોટાદમાં લોકડાઉનનો ભંગ કરતા 1027 શખ્સો સામે 894 ફરિયાદો,2600 વાહનો ડિટેઇન : લોકડાઉનના ભંગ બદલ કડક કાર્યવાહી કરશે : લોકોને બચાવવા આકરા પગલા
અમરેલી,
અમરેલીમાં સોમવારે ભાવનગર રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અમરેલીના એસપી શ્રી નિર્લિપ્ત રાય તથા આઇપીએસ શ્રી સુશીલ અગ્રવાલ તથા રેન્જ કચેરીના પીઆઇ શ્રી પીવી જાડેજા તથા અમરેલી એલસીબીના શ્રી આરકે કરમટા,શ્રી જાડેજા,શ્રી મહેશ મોરી સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બત્રકાર પરિષદમાં ભાવનગર રેન્જ આઇજી શ્રી અશોકકુમાર યાદવે વર્તમાન સમયમાં સુંદર કામગીરી બદલ અમરેલી પોલીસને અભિનંદન આપતા જણાવેલ કે, કડકાઇ સાથે માનવતાસભર અભિગમ અને સમાજના દરેક લોકો સાથે સંકલન રાખીને અમરેલી પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરાઇ છે.ભાવનગર રેન્જ આઇજી શ્રી અશોકકુમાર યાદવે વિગતો આપતા જણાવેલ કે, અમરેલી ભાવનગર બોટાદ માં લોકડાઉનનો ભંગ કરતા 1027 શખ્સો સામે 894 ફરિયાદો નોંધી અઢી હજાર વાહનો ડિટેઇન કરાયા છે. અને જો લોકડાઉનનો ભંગ કર્યો તો કારકિર્દી જોખમમાં મુકાશે લોકડાઉનનો ભંગ કરનારે તમામ સરકારી નોકરી અને પાસપોર્ટ થી હાથ ધોઈ નાખવા પડશે લોકોને સંક્રમીત થતા અટકાવવા માટે ગમે તે સંજોગોમાં પોલીસ લોક ડાઉનના ભંગ બદલ કડક કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતુ.