અમરેલી પોલીસ આવાસમાં ૧૨ જેટલા પોલીસકર્મીઓ વીજચોરી કરતા ઝડપાયા

  • પોલીસ જવાનોને આવાસ ખાલી કરવા એસપીએ આદૃેશ કર્યો

    અમરેલી SP નિર્લિપ્ત રાયની ટીમે પોલીસ ક્વાર્ટરમાં ચેકીંગ હાથ ધરતા પોલીસ આવાસના ૧૨ જેટલા પોલીસકર્મી વીજચોરી કરતા ઝડપાયા હતા. ઝડપાયેલા ૧૨ પોલીસકર્મીને ક્વાર્ટર છોડવા SP નિર્લિપ્ત રાયે આદૃેશ કર્યો છે. જેથી પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.
    પોલીસ આવાસમાં SP નિર્લિપ્ત રાયની ટીમે ચેકીંગ કરતાં આવાસમાં રહેતા ૧૨ પોલીસ જવાનોને વીજચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ તમામ પોલીસ જવાનને પોલીસ આવાસ ખાલી કરવા નિર્લિપ્ત રાયે આદૃેશ કર્યો છે. પોલીસ ખાતામાં અને કાયદાના જાણકાર હોવા છતાં વીજચોરી કરવી ગુનો બને છે. જેથી તાત્કાલિક પોલીસ ક્વાર્ટર છોડવા આદૃેશ કરવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
    છેલ્લા ૨ વર્ષથી અમરેલીના પોલીસ સુપ્રિટેન્ડન્ટ તરીકે નિર્લિપ્ત રાય ખુબ સારી કામગીરી કરી રહૃાાં છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુનેગારોને નાથવાનું કામ SP રાયને સોંપવામાં આવ્યુ છે.