અમરેલી પોલીસ હેડક્વાર્ટરમાં રાસ ગરબાની રમઝટ

અમરેલી,
અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર અમરેલી ખાતે સમગ્ર અમરેલીની તમામ ઉત્સવ પ્રિય જનતા માટે નવરાત્રીનું આયોજન કરવામાં આવેલ છે. આ નવરાત્રી-2022માં મુખ્ય ગાયક કલાકારોમાં પુનમબેન ગોંડલીયા, આશીષભાઇ હરીયાણી અને સંજયભાઈ બારોટની ઉપસ્થિતિમાં ગરબા રમવામાં આવે છે. આ ઉપરાંત તા.30/09/2022 ના રોજ પ્રસિદ્ધ લોકસાહિત્યકાર રાજભા ગઢવી, તા.02/10/2022 ના રોજ સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર માયાભાઇ આહિર તથા તા.03/10/2022 ના રોજ સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર દેવાયતભાઇ ખવડ પધારેલ હતા. તેઓની સાથે સુમધુર સંગીતના તાલે ખેલૈયાઓ દ્વારા દાંડિયારાસની રમઝટ બોલાવી નવરાત્રીનો ભરપુર આનંદ માણવામાં આવ્યો હતો. મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટથી યુવાનોનો થનગનાટ વ્યાપી ગયો હતો.