અમરેલી પોલીસ હેડ ક્વાર્ટરમાં રક્તદાન કેમ્પ યોજાયો

અમરેલી,

પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ ની સૂચના મુજબ તથા શ્રી એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક અમરેલીના માર્ગદર્શન હેઠળ પોલીસ કોમ્યુનિટી હોલ અમરેલી ખાતે સુરક્ષા સેતુ સોસાયટી-અમરેલી અંતર્ગત “”બ્લડ ડોનેશન કેમ્પ’’ નું આયોજન કરવામાં આવેલ.આ બ્લડ ડોનેશન કેમ્પના આયોજનમાં શ્રી અમરેલી સીટી પો.સ્ટે.ના પી.આઇ. શ્રી ડી.વી.પ્રસાદ તથા પ્રો.ડી.વાય.એસ.પી. સી.બી. સોંલકી તથા પી.એસ.આઇ. શ્રી આર.એસ.રતન તથા અમરેલી સીટી ના પોલીસ સ્ટાફ તથા ટી.આર.બી.જવાનો તથા હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહયા.જેમાં બ્લડ ડોનેશન કરવાથી થતા ફાયદાઓ તથા “રક્તદાન મહાદાન” એ બાબતે તમામ જવાનોને માર્ગદર્શન આપેલું ત્યારબાદ અમરેલી પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે બ્લડ ડોનેશન કરવામાં આવેલ તથા જે પોલીસ જવાનો તેમજ હોમગાર્ડસ તથા ટી.આર.બી જવાનો દ્વારા બ્લડ ડોનેટ કરેલું તેમને પ્રમાણપત્ર તથા ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ.તેમજ રેડ ક્રોસ સોસાયટી દ્વારા અમરેલી સીટી પો.સ્ટ.ના પી.આઈ.શ્રી.ડી.વી.પ્રસાદ ને પ્રમાણપત્ર આપી આભાર વ્યક્ત કરેલ. આ સુરક્ષાસેતુ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પના અંતમાં ડી.વી.પ્રસાદ પોલીસ ઇન્સપેકટરનાઓએ “”બ્લડ ડોનેશન’’ માં હાજર રહેલ રેડ ક્રોસ સોસાયટીના કર્મચારીનો આભાર વ્યકત કરી, કાર્યક્રમની પુર્ણાહૂતિ કરવામાં આવેલ