અમરેલી બાપુનગર રૂટની બસનાં ડ્રાઇવર નશો કરેલી હાલતમાં ઝડપાતા એસટીનાં નિયામકે સસ્પેન્ડ કર્યા

  • જાગૃત ઉતારૂઓએ ડીસીને જાણ કરતા શરાબી ડ્રાઇવરનો પર્દાફાશ થયો
  • અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કર્યા બાદ સસ્પેન્શનનું પગલું લેવાયું

અમરેલી,અમરેલીમાં ગઇ તા.4-10-2020નાં રોજ અમરેલી બાપુનગર રૂટની બસનાં ડ્રાઇવર અશોક ભીમજીભાઇ વાળા દ્વારા રૂટની બસ અમરેલી બસ સ્ટેન્ડનાં પ્લેટફોર્મ પર મુકવામાં આવેલી તે દરમિયાન જાગૃત નાગરીક દ્વારા ધ્યાન દોરાતા એસટી તંત્રને જાણવા મળેલ કે ડ્રાઇવર પીધેલ હાલતમાં છે જેથી ડેપો પર ફરજ પરનાં એપીઆઇશ્રી સુશીલભાઇ પાઠક તથા એટીઆઇ રાજેન્દ્રભાઇ વાળા દ્વારા ડ્રાઇવરને બસમાંથી ઉતારી દઇ બ્રીથ એનેલાઇઝર દ્વારા આલ્કોહોલ ચેક કરતા 36.6 એમજી/100 એમએલ ટકાવારી આવેલ તેથી અમરેલી સીટી પોલીસમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરેલી.
આ ગુન્હામાં અમરેલી એસટીનાં વિભાગીય નિયામક બીએન ચારોલાએ તાત્કાલીક અસરથી સસ્પેન્શન ઓર્ડર આપેલ છે. તેમ વિભાગીય નિયામક કચેરી દ્વારા જાણવા મળ્યું છે.