અમરેલી,
અમરેલી વિજસર્કલના અમરેલી-1 ડિવિઝન નીચે પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા પોતાના સીકયોરીટી બંદોબસ્ત સાથે 38 ટીમોએ ત્રાટકી 602 જોડાણોમાંથી 95 જોડાણોમાં રૂા.20.29 લાખની ગેરરીતી ઝડપી લીધી હતી કોર્પોરેટ ડ્રાઇવમાં અમરેલી ટાઉન, બાબરા ગ્રામ્ય, લાઠી, અમરેલી ગ્રામ્યમાં વીજ જોડાણો ચેક કર્યા હતા 38 ટીમોએ 602 જોડાણો ચેક કરી 95માં ગેરરીતી પકડી પાડી હતી અમરેલી શહેરના ગજેરાપરા, કસ્બા, મીની કસ્બા, સીંધી સોસાયટી, ચીતલ રોડ, મણીનગર, લાલકા, વાંકીયા, શાખપુર, ખંભાળા, ખાનપર, કલોરાણા, વાવડા, કોટડાપીઠા, અકાળા, કૄષ્ણગઢ, લુવારીયા, કેરાળા, માલવીયા પીપરીયા, મતીરાળા અને અલીઉદેપુર તેમજ વરસડામાં પણ વીજ ચેકીંગ ટીમોએ કડક ચેકિંગ કર્યુ હતુ અને કાર્યવાહી કરી હતી