અમરેલી બાબરા લીલીયામાં વિજ ચેકિંગ : 34 ટીમો ત્રાટકી

અમરેલી,
અમરેલી બાબરા લીલીયા પંથકમાં અમરેલી સર્કલ અને અમરેલી ડિવિઝનની 34ટીમોએ વીજ ચેકિંગ કરી રૂા.20.37 લાખની ગેરરીતી પકડી પાડી છે અમરેલીમાં અમરેલી 1 ડિવિજન અને અમરેલી સર્કલ દ્વારા અમરેલી, બાબરા, લીલીયા પંથકમાં ડ્રાઇવ યોજી વીજચેકિંગકર્યુ હતુ.જેમાં 34 ટીમોએ 664 ઘરવપરાશના કનેકશનો ચેક કરી 94 કનેકશનોમાં ગેરરીતી પકડી પાડી હતી કુલ 20.37 લાખની ગેરરીતી પકડી કાર્યવાહી કરી હતી આ ડ્રાઇવમાં પોતાની સીકયુરીટી સાથે 34 ટીમોનો રસાલો ત્રાટકતા વીજચોરી કરનારાઓ અચાનક ઝડપાઇ ગયા હતા પીજીવીસીએલની આ ડ્રાઇવને કારણે વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો