અમરેલી બાયપાસ રોડ પરથી પશુઓની હેરાફેરી કરતા ત્રણ ટ્રકો ઝડપાયા

અમરેલી,
અમરેલી સાવરકુંડલા રોડ બાયપાસ પરથી પશુઓની ગેરકાયદે હેરાફેરી કરતા ટ્રક નં. જી.જે. 12 એ.ટી. 7981, જી.જે. 18 યુ 7480, જી.જે. 14 એકસ 8212માં કુલ 27 ભેંસોની હેરાફેરી કરતા. ટ્રક ચાલકો મહેબુબ ઉર્ફે ખીસકોલી અલી શેખ, ફારૂક ઉર્ફે ઉંદર અલી તરકવાડીયા, ઇમરાન હબીબ કાલવાને પો. કોન્સ. સલીમભાઇ ભટ્ટીએ 27 ભેંસો, ત્રણ ટ્રક મળી કુલ રૂા. 28 લાખ ઉપરાંતના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.