અમરેલી બાલભવનનાં મેદાનમાં અબોલ પક્ષીઓની અનેરી સેવા

અમરેલી,એક જુની કહેવત છે કે, કીડીને કણ અને હાથીને મણ કુદરત આપી જ દે છે પણ તેમા નીમીત એ કોઇ સેવાભાવી અનામી સજજનોને બનાવતા હોય છે અને તેનો દાખલો છે જયા અબ્દુલ કલામથી માંડી અનેક મહારથીઓ પધારી ચુકયા છે તેવું અમરેલીના બાલભવન અહી કોઇ પ્રસિધ્ધી કે દેખાડા વગર રોજના હજારો પારેવાને ચણ નાખવામાં આવે છે.
પુણ્ય નગરીે અમરેલીમાં અનેક ધર્મકાર્યો થાય છે રામજી મંદિર પાસે શ્રી પરેશભાઇ આચાર્ય બંધ્ાુ સાથે ભુખ્યાઓના પેટ ભરવા માટે વર્ષોથી અન્નક્ષેત્ર
ચલાવે છે હરીરામબાપા ચોકમાં રોજ સવારે વિનામુલ્યે પ્રસાદી અપાય છે દર ગુરૂવારે લીલીયા રોડે જલારામ મંદિરે ખીચડી, અને હવે તો અમરેલીના ચિતલ રોડે ગુરૂદતાત્રેય મંદિરે પણ ગુરૂવારે ખીચડીનો પ્રસાદ થાય છે અને ભાવીકો તેને ઘેર પણ લઇ જાય છે ભાવિકો ગૌ માતાને ઘાસ નાખે છે શહેરમાં આવા અનેક સત્કાર્યો થાય છે.
પહેલા અમરેલીના નાગનાથ મહાદેવ મંદિરે વિશાળ મેદાનમાં હજારો પારેવડા આવતા અને તેના માટે લોકો ચણ નાખી જતા હતા પણ ત્યા સમયાંતરે શનીદેવ,માતાજી, ગણેશજી જેવા ભગવાનના મંદિરો બનતા પારેવડાની જગ્યા ઓછી થતી ગઇ આજે પણ અહી ચબુતરો છે પણ પારેવડા માટે નાની જગ્યા થઇ ગઇ છે આવા સમયે પારેવડાઓ જાય કયાં ? ઇશ્ર્વરે આ અબોલ પારેવા માટે વ્યવસ્થા કરી અમરેલીના બાલભવનના મેદાનમાં અને અહી આજે ગુમનામ સેવાભાવીઓની સેવાથી હજારો પારેવડાના પેટ ભરાય છે.
જે પારેવા નાગનાથ મંદિરે ચણતા હતા તેના માટે વિશ્રામનું સ્થળ હતુ અમરેલીનો રંગ મહેલ એટલે કે બાલભવન. આ બાલભવનના મેદાનમાં વર્ષો થી પારેવા માટે ઉનાળાના સમયે પાણીની સગવડતા સેવાભાવીઓ દ્વારા કરાઇ હતી અને અહીના કર્મચારીઓ કે અહી આવનાર તે કુંડીઓમાં પાણી ભરી દેતા હતા અને ધીમે ધીમે લોકોએ પાણી સાથે ચણ નાખવાનું શરૂ કર્યુ હતુ જેના કારણે આજે બાલભવનના મેદાનમાં પારેવડાનો મેળો ભરાય છે અને તેના માટે કોઇને કોઇ અનામી રોજ સવારના સમયે આવી ચણ નાખી જાય છે તો કયારેક પારેવા વધી ગયા હોય તો તેના માટે પણ ઇશ્ર્વર ગમે ત્યાથી મદદ મોકલી દે છે.અહીડ પારેવા શાંતીથી ચણે તેના માટે પણ સગવડતા છે પારેવાને ચણ નાખવા ઇચ્છતા લોકો અહી જુવાર કે ચણ નાખી શકે છે.