અમરેલી, ભાવનગર, જુનાગઢ, અમદાવાદ સહિતનાં ઘરફોડ ચોરીનાં ગુનાઓમાં ટોળકી સામે કાર્યવાહી

અમરેલી,

અમરેલી, ભાવનગર, જુનાગઢ, અમદાવાદ જિલ્લા સહિતના વિસ્તારોમાં ચોરી/ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપવા ટોળકી બનાવી, જી.આઇ.ડી.સી .વિસ્તારમાં આવેલ કારખાનાઓ તથા શોરૂમની રેકી કરી ,રાત્રી દરમિયાન કારખાના /શોરૂમમાં પ્રવેશ કરી ,ઓફીસમાં આવેલ ટેબલ/કબાટના તાળા-નકુચાઓ તોડી રોકડ રકમની ચોરી કરતા અને કોઇ ચોકીદાર કે સિક્યુરીટી ગાર્ડ હોય તો તેને બંધક બનાવી, રીઢા ટોળકીના તમામ સાગરીતોએ એકબીજા સાથે મળી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા અને પોતાના આર્થિક ફાયદા સારૂ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, અમદાવાદ જિલ્લા સહિત કુલ – 23 ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપેલ હોય, અમરલી એલ.સી.બી.પોલીસ ઇન્સ. શ્રી એ.એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ અમરલી એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ. શ્રી એમ.બી. ગોહિલએ 1) કમલેશ તેરસીંગ ખરાડ, ઉ.વ. 36 ,રહે.છરછોડા, ખરાડ ફળીયુ, તા.ગરબાડા, જિ.દાહોદ, (2) શૈલેષ નાનસીંગખરાડ, ઉ.વ. 37, રહે.છરછોડા, બારીયા ફળીયુ, તા.ગરબાડા, જિ.દાહોદ, (3) બચુ માલાભાઇ ખરાડ, ઉ.વ.40, રહે.છરછોડા, ખરાડ ફળીયુ, તા.ગરાબાડા, જિ.દાહોદ, (4) કમલેશ મડીયાભાઇ ભાંભોર, ઉ.વ.24, રહે. છરછોડ, તા.ગરબાડા, જિ.દાહોદ, (પ) મુકેશ નારૂ ગણાવા, રહે.ઝરીકડસિયા, તા.ગરબાડા, જિ.દાહોદને કેસ અન્વયે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજી. કરાવી, કાર્યવાહી કરવામાં આવેલ .