રાજુલા,
અમરેલી-ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર રાજુલા પાસે આજે ફરી ટ્રાફિક જામ થયો હતો.
રાજુલાના હીંડોરણા નજીક જર્જરિત પુલના કારણે ફરી ટ્રાફિક જામ સર્જાતા નાના મોટા વાહનોની મોટી કતારો લાગી ગઇ હતી હાલમાં લગ્નોની સીઝન શરૂ થઇ હોય લગ્નોત્સવ ઉજવી આવતા વાહનો પણ ટ્રાફિકમાં અટવાયા તો આ સમસ્યાને કારણે કયાંક લગ્નમાં સમયસર ન પહોંચી શકયા હોય તેવા બનાવો પણ બન્યા હતા અત્રે એ ઉલ્લેખનીય છે કે, હિંડોરણા પુલમાં અગાવ 7 થી વધુ વખત ગાબડા પણ પડી ચુક્યા છે અવારનવારના આ ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે.