અમરેલી મહિલા વિકાસ ગૃહની બાળાઓને ઉકાળાનું વિતરણ

  • ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી દ્વારા ઉકાણાનું વિતરણ કરાયું

અમરેલી, કોરોનાની મહામારી વચ્ચે વિકાસ ગૃહ ની બાળાઓને ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ સોસાયટી દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું તેમજ કોરોના થી બચવા માટે કેવી રીતે વર્તન કરવું સંભાળ રાખવી વિગેરે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે મંડળીના પ્રમુખ ભાવનાબેન ગોંડલીયા, મહિલા વિકાસગૃહ ના પ્રમુખ અરૂણાબેન માલાણી, મંત્રી મીતાબેન વધાણી વિગેરે ઉપસ્થિત રહી બાળાઓને કોરોના સામે લડવા લોકજાગૃતિના ભાગ રૂપે ઉકાળો બનાવી પીવરાવ્યો હતો.