- ગયા લોકડાઉનમાં અમરેલીને બચાવનાર શ્રી આયુષ ઓક અને શ્રી નિર્લિપ્ત રાય આજે પણ રાત દિવસ દોડી રહયા છે
- ઓક્સિજન પુરો થવા આવ્યો હતો અને સમયસર ઓક્સિજન પહોંચે તે માટે શ્રી નિર્લિપ્ત રાયએ ફેકટરીએથી જ ઓક્સિજન ટેન્કની સાથે પોલીસને રાખી અણીના સમયે ઓક્સિજન પહોંચાડી અનેકને બચાવ્યા
અમરેલી,
અમરેલીમાં હાલમાં કોરોનાના 55 ઉપરાંતના દર્દીઓ સારવારમાં છે અને તેમાના અર્ધા જેટલા ઓક્સિજન ઉપર છે રાજ્યભરમાં ઓક્સિજનની ખેંચ છે તેવા સમયે અમરેલીમાં પણ ઓક્સિજન ખલાસ થવાની તૈયારીમાં હતો ત્યારે અમરેલીના કલેકટરશ્રી આયુષ ઓક તથા એસપીશ્રી નિર્લિપ્ત રાયએ આગોતરૂ આયોજન કર્યુ હતુ તે ફળ્યુ હતુ અને અણીના સમયે જ અમરેલીમાં ઓક્સિજન લાવી અનેક લોકોના પ્રાણ સંકટમાં મુકાતા બચાવાઇ લેવાયા હતા.
અમરેલીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલ, નર્સિગ હોસ્ટેલ, રાધીકા હોસ્પિટલ જેવી પાઇપલાઇનથી સજ્જ ઓક્સિજનની સુવિધા ધરાવતી હોસ્પિટલમાં અત્યારે રોજ લાખો લીટર ઓક્સિજન કોરોનાના દર્દીઓને અપાઇ રહયો છે અને તેમના જીવ બચાવી રહયો છે ત્યારે પાંચ સાત દિવસ પહેલા રાત્રીના સમયે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ઓક્સિજનની ગાડી સમયસર ન આવી અને શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ એક પોલીસ અધિકારીએ રાત્રીના જ તપાસ કરાવી સમયસર ઓક્સિજન અમરેલી આવે તેવી વ્યવસ્થા કરી મોટી કટોકટી ટાળી દીધી હતી આ બનાવમાંથી બોધપાઠ લઇ અને કલેકટરશ્રી આયુષ ઓક તથા એસપીશ્રીએ ઓક્સિજનની સ્થિતી અંગે સતત વાકેફ રહી ઓક્સિજન ન ઘટે તે માટે વ્યવસ્થા ગોઠવી હતી પરંતુ આજે મંગળવારે ઓક્સિજન ખલાસ થવાની તૈયારીમાં હતો અને જો મોડો પડે તો અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાય તેવી સ્થિતી હતી તેવા સંજોગોમાં શ્રી નિર્લિપ્ત રાયએ ઓક્સિજનની ફેકટરીએથી અમરેલી આવતી ટેન્કને પોલીસનું એસ્કોર્ટીગ આપી ગણતરીના કલાકોમાં અમરેલી પહોંચાડી દર્દીઓને મુશ્કેલીમાં મુકાતા બચાવ્યા હતા આ સૌની ફરજ છે પણ સતત જાગતા રહી અને તેનો અપડેટ મેળવી ધ્યાન રાખનાર અધિકારી અમરેલીના સદનસીબ છે.