અમરેલી માણેકસ્થંભ પાસેના બનાવમાં અકસ્માત સર્જનાર તરુણ અને બાઇક આપનાર મિત્ર ઉપર ગુનો દાખલ કરાયો

અમરેલી,
હમણા વાહનો વધ્યા છે અને ખાસ કરીને નાના બાળકો વાહનો ચલાવતા જોવા મળતા હોય તેના માટે લાલબતી રૂપ બનાવ સામે આવ્યો છે જેમા અમરેલીમાં બનેલા અકસ્માતના બનાવમાં અકસ્માત સર્જી અને એક સાયકલસવારનું મોત નિપજાવનારા સગીર વયના તરુણ અને તેની પસે લાઇસન્સ ન હોવા છતા પોતાનું વાહન આપનાર મિત્ર ઉપર ગુનો દાખલ કર્યો છે.આ બનાવની વિગતો એવા પ્રકારનીે છે કે, તા.14/04/2023 ના આશરે સાડા અગ્યારથી પોણા બારેક વાગ્યા આસપાસ અમરેલીના લાઠી રોડ પર આવેલ માણેકસ્તંભ એપાર્ટમેંટની પાસે સિવિલ હોસ્પીટલના ગેટ તરફ જવાના જાહેર રોડ પર 18 વર્ષમાં એક મહીનો ઓછી ઉમર ધરાવનારા કાયદાના સંઘર્ષમાં આવેલ ગામડાના સગીરને પાર્થ રાવતભાઈ વાઘ, ઉ.વ.20, ધંધો-અભ્યાસ, રહે.અમરેલી, હનુમાનપરા રોડ, નારાયણનગરએ પોતાનો મિત્ર સગીરવયનો તેમજ બેફીકરાયથી પોતાનુ વાહન ચલાવે છે એવુ જાણવા છતા બાઈક ચલાવવાની મુકસંમત્તી આપી મો.સા. પર તેની પાછળ બેસી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર દ્વારા પોતાનુ યામાહા કંપનીનુ ઇ15 બાઈક જેના રજી. નં.ય્વ 10 ભવ 1915 નુ પુરઝડપે અને બેફીકરાઈથી ત્રણ સવારીમાં ચલાવી અજાણ્યા સાઈકલ ચાલક વ્યક્તિ સાથે ભટકાવી દઈ સાઈકલ ચાલકના માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઈજા પહોચાડી તેનુ મોત નિપજાવી તેમજ બાઈક પર વચ્ચે બેસેલ પોતાના મિત્રને માથાના ભાગે ઈજા પહોચાડી હોવાનું સામે આવતા અમરેલીના પીએસઆઇ શ્રી જી.એન.કાઠીયાએ બાળક બન્ને ઉપર ગુનો દાખલ કર્યો .