અમરેલી મામલતદાર કચેરીમાં સુવિધા અભાવે અરજદારોને મુશ્કેલી

  • છાંયાની વ્યવસ્થા કે પાણીની સગવડ વગર અરજદારોને તડકે તપવુ પડે છે
  • લોકો માટે પ્રાથમિક સગવડો ન હોવાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરેશાની

અમરેલી,અમરેલી મામલતદાર કચેરીમાં રેશનીંગ કાર્ડ સહિતની અન્ય કામગીરી માટે આવતા અરજદારો કે જેમા સીનીયર સીટીજનોનો પણ સમાવેશ થતો હોય છે. મામલતદાર કચેરીમાં કામ સબબ આવતા અરજદારોને ઉનાળાના 40 ડિગ્રીથી વધુ તાપમાં ઉભુ રહેવુ પડે છે. જ્યારે કર્મચારીઓ અને અધિકારીઓ એસી અને પંખામાં બેસી ટાઢા છાયે કામ ગોકળગાયની ગતીએ કરે છે. ત્યારે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે તેવી પરિસ્થિતી અરજદારોની છે.મામલતદાર કચેરીમાં અરજીઓ કરવા માટે પહેલા પતરા નીચે બેસતા લોકોને રોડ ઉપર બહાર કાઢવામાં આવતા તડકે તપી રહ્યા છે. તેની સાથે અરજદારોને પણ અરજી કરવા માટે તડકે ઉભુ રહેવુ પડે છે. ગઇકાલે એક મોટી ઉંમરની મહિલાને ચકકર આવતા પડી ગયાનું બસીરભાઇ પપૈયા વાળાએ જણાવ્યુ હતુ.