અમરેલી,
અમરેલીમાં સાવરકુંડલા રોડ પર બનેલ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – અમરેલી, નવા માર્કેટયાર્ડમાં તા.22/09/2022ને ગુરૂવારનાં રોજ ચોમાસુ સિઝનનાં નવા તલની આવક શરૂ થઈ હતી. જેમાં સફેદતલની આવક 26 મણ અને તેના ભાવ રૂા.2376/- થયેલ તેમજ કાળાતલની આવક 6 મણ અને તેના ભાવ રૂા.2322/- થયેલ. આમ માર્કેટયાર્ડ અમરેલી ખાતે નવા સફેદ તેમજ કાળા તલની આવક શરૂ થઈ ગયેલ છે અને ખેડુતોને તેના ભાવો પણ સારા મળે છે. તેમ બજાર સમિતિનાં સેક્રેટરીશ્રી તુષારભાઈ હપાણીએ એક અખબાર યાદીમાં જણાવ્યુ