અમરેલી માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન પદે શૈલેષભાઈ સંઘાણીની વરણી

અમરેલી,
અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સચાંલીત માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેનની વરણી કરવા માટે જુના માર્કેટીંગ યાર્ડ ખાતે આજે સવારે માર્કેટયાર્ડના ચેરમેન મોહનભાઇ નાકરાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં 17 ડિરેકટરોએ મત આપવાનો હોય છે.
જેમાં વાઇસ ચેરમેન તરીકે શૈલેષભાઇ સંઘાણીની દરખાસ્ત શ્રી પીપી સોજીત્રાએ મુકેલ.
જેને જયેશભાઇ નાકરાણીએ ટેકો આપ્યો હતો. આ ઉપરાંત બીજા કોઇ ડિરેકટરોનું વાઇસ ચેરમેન તરીકે ફોર્મ ભરાયેલ ન હોય માત્ર એક જ વાઇસ ચેરમેન તરીકે શ્રી શૈલેષભાઇ સંઘાણીનું ફોર્મ આવતા ચુંટણી અધ્યક્ષ શ્રી મોહનભાઇ નાકરાણીએ શ્રી શૈલેષભાઇ સંઘાણીને બીનહરીફ ચુંટાયેલ જાહેર કરેલ હતા. વાઇસ ચેરમેન તરીકે બીન હરીફ ચુંટાતા શ્રી શૈલેષભાઇ સંઘાણીને તેમના સમર્થકો અને ચાહકોએ ફુલહારથી વધાવ્યા હતા.
જેમાં બજાર સમિતિના ડીરેકટરશ્રીઓ શ્રી પીપી સોજીત્રા, ધીરૂભાઇ ગઢીયા, કૌશીકભાઇ વેકરીયા, ચતુરભાઇ ખુંટ, વીનુભાઇ નાકરાણી, જયેશભાઇ નાકરાણી, રમેશભાઇ કોટડીયા, કાળુભાઇ ભંડેરી, ભુપતભાઇ મેતલીયા, ગીરીશભાઇ ગઢીયા, અને પ્રકાશભાઇ કાબરીયાએ ફુલહાર કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
ચેરમેન શ્રી મોહનભાઇ નાકરાણીએ વાઇસ ચેરમેન તરીકે આરૂઢ થયેલા શ્રી શૈલેષભાઇ સંઘાણીને શુભેચ્છા પાઠવી અને જણાવેલ કે ગુજરાત ભરમાં માર્કેટયાર્ડ અમરેલી મોખરાનું સ્થાન હાસલ કરે અને માર્કેટયાર્ડના વિકાસના કાર્યોમાં સહયોગ આપે તેવી અપેક્ષાઓ રાખી છે. વાઇસ ચેરમેન તરીકે બીન હરીફ ચુંટાયેલા શ્રી સંઘાણીએ જણાવેલ કે ચેરમેનશ્રી મોહનભાઇ નાકરાણી તથા સાથીમીત્રોએ મારા પર જે વિશ્ર્વાસ મુકી મને બીનહરીફ તરીકે ચુંટાવાનું બહુમાન આપેલ છે. તેઓનો આભાર વ્યક્ત કરૂ છુ અને યાર્ડના વિકાસમાં સહયોગ અને સહકાર આપીશ તેવી ખાતરી આપી હતી.