અમરેલી માર્કેટ યાર્ડમાં ધમધમાટ શરૂ:ખેડતજણસોની હરરાજીનું કામકાજ થયું

અમરેલી,લોકડાઉનને કારણે અમરેલી જિલ્લાભરના માકેર્ટયાર્ડો બંધ રહયા બાદ લાંબા સમયના અંતે સરકાર દ્વારા છુટછાટ અપાયાની સાથે માર્કેટ યાર્ડો શરૂ કરવા મંજુરી અપાયા બાદ આજે અમરેલીનું માર્કેટ યાર્ડ વિધિવત રીતે શરૂ થયું હતુ સર્વ પ્રથમ ખેડુતોને અને વેપારીઓને માસ્ક વિતરણ કર્યા બાદ ધઉ ચણાની હરરાજી સાથે માર્કેટટ યાર્ડના શ્રીગણેશ કર્યા હતા.તે વેડાએ અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી મોહનભાઇ નાકરાણી, સેક્રેટરી પરેશભાઇ પંડયા અને માર્કેટ યાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરો તથા ભાજપના અને કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થીત રહયા હતા જેમા અમર ડેરીના ચેરમેન અશ્ર્વીનભાઇ સાવલીયા, ધીરૂભભાઇ ગઢીયા, ભાવનાબેન ગોંડલીયા, પ્રવીણભાઇ વીરપરા,ધનશ્યામભાઇ ત્રપસીયા,વેપારીઓ સર્વશ્રી બાબુભાઇ (ટી.વી.ટ્રેડીંગ),ધનલક્ષ્મી ટ્રેડીંગ વાળા રાજુભાઇ તેજાણી, હસમુખ ટ્રેડીંગ (હસુભાઇ) સહિત વેપારીઓ,કમીશન એજન્ટો, તેમજ જિલ્લાભરમાંથી ખેડુતો ઉપસ્થીત રહયા હતા અને હરરાજીનું કામ શાંતીમય રીતે સંપન્ન થયું હતુ.માર્કેટ યાર્ડમાં કોરોનાને કારણે આરોગ્ય જળવાઇ તે માટે ભાજપ દ્વારા માસ્કનું વીતરણ કરવામા આવ્યું હતુ.સોશ્યલ ડિસ્ટનશ જળવાઇ અને લોકડાઉનનો ભંગનો થાય તેની તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો.આજે માર્કેટ યાર્ડમાં ખુલ્લા વાહનમાં હરરાજીનું કામ થયુ હતુ તેમા ધઉ 358 થી 491 સુધી તથા ચણા 758 થી 835 સુધીનો ભાવ રહયો હતો.માર્કેટ યાર્ડના કર્મચારીઓ અશોકભાઇ દુધાત,અશોકભાઇ વીરપરા અને ભગવાનભાઇ સહિતે ફરજ બજાવી હતી.