અમરેલી, રાજકોટ, ભાવનગર જિલ્લામાં થયેલ વાહન ચોરીનીનો ભેદ ઉકેલતી અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ

  • ચોરીનાં પાંચ મોટર સાયકલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા : અનેક ગુના ડીટેઇન

અમરેલી,
પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા તથા પો.સબ ઇન્સ.શ્રી ડી.એ.તુવરનાં માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રાકુમાર ધાધલ તથા પો.કોન્સે. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્રારા અમરેલી શહેરના સોમનાથ મંદિર પાસેથી ત્રણ શખ્સો સુરેશ ઉર્ફે નાનો બબાભાઇ પરમાર ઉ.વ.21 ધંધો- મજુરી રહે.ખારા તા.લીલીયા જી.અમરેલી, (2) ગોવિંદ લલ્લુભાઇ પરમાર ઉ.વ.23 ધંધો-મજુરી રહે.વરૂડી રોડ, જગુપુલ પાસે અમરેલી, (3) કાળુભાઇ અમરાભાઇ પરમાર ઉ.વ.20 ધંધો-મજુરી રહે.ખારા તા.લીલીયા જી.અમરેલી વાળાઓને તા.09/09/2020 ના કલાક 17/30 વાગ્યે અટક કરેલ છે.
તેના કબ્જામાં રહેલ ચોરીના 05-મોટર સાઇકલો સાથે પકડી પાડી ભાવનગર તથા રાજકોટ તથા અમરેલી જીલ્લાનઓમાં થયેલ વાહન ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે. હોન્ડા ચોરી અંગે અમરેલી સીટી પોલીસ, લાઠી અને ભાવનગર નીલમબાગ પોલીસસ્ટેશનમાં ફરિયાદો નોંધાઇ હતી.