અમરેલી – રાજકોટ વચ્ચે ચાલતી વહેલી સવારે 4:45ની બસ અનિયમિત થતા લોકોને હાલાકી

વડિયા ,અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા મથક વાડિયા-કુંકાવાવ રાજકોટ જિલ્લાની સરહદે આવેલો તાલુકો છે. આ તાલુકા ના મોટાભાગ ના ગામડાના લોકો નો ખરીદી નો વ્યવહાર ગોંડલ અને રાજકોટ સાથે જોડાયેલો છે. ત્યારે વડિયા, કુંકાવાવ, ગોંડલ, વિસ્તાર ના ગામડાઓ માટે આ બસ પરિવહન માટે ખુબ જ એક સારી સુવિધા પુરી પાડતી ગોંડલ ડેપો ની બસ જે અમરેલી થી સવારે 4:45 ઉપડે છે અને લોકો ની જીવાદોરી સમાન છે. આ બસ છેલ્લા ઘણા દિવસથી અનિયમિત બની છે તો છાસવારે આ બસ ને ડેપો દ્વવારા રદ કરી દેવામાં આવે છે. ત્યારે વહેલી સવારે શહેર માં જતા લોકો ને ખુબ હાલાકી પડી રહી છે. તો આ બસ ને નિયમિત કરવામાં આવે અને લોકો ને મળતી સુવિધા ઘટાડવા ને બદલે વધારવામાં આવે તેવી લોક માંગણી વડિયા વિસ્તાર ના ગ્રામીણ વિસ્તાર ના લોકો માં જોવા મળી રહી છે.