અમરેલી રાજુલાનાં બે શખ્સોને પાસા હેઠળ અમદાવાદ જેલમાં ધકેેલાયા

  • વાવેરા અને અમરેલીમાં જુદી જુદી ફરીયાદો નોંધાયેેલી : એલસીબીની ટીમે પકડી પાડી જેલ હવાલે કર્યા

અમરેલી,અમરેલી શહેર અને રાજુલા તાલુકામાં રહેતા તથા જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા બે ભયજનક ઈસમોને પાસા હેઠળ ધકેલવાના આદેશ બાદ અમરેલી એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરીને વડોદરા તથા અમદાવાદની જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે.રાજુલાના વાવેરા ગામે રહેતા વલ્લભ પૂજા સોલંકી અને અમરેલીના રામકુ નનાભાઈ માથાસુળીયા સામે જુદી જુદી ફરિયાદો નોંધાઈ હતી અને આ બન્ને ભયજન ઈસમો હોવાથી પોલીસ દ્વારા તેનો પાસા હેઠળ મોકલવા માટેની દરખાસ્ત કરવામાં આવી હતી. જેને અમરેલી કલેક્ટર દ્વારા મંજૂરી અપાતા અમરેલી એલસીબીની ટીમ દ્વારા આ બન્ને આરોપીઓની ધરપકડ કરાવમાં આવી છે. આ બન્નેને પાસા હેઠળ અમદાવાદ અને વડોદરાની જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યાં છે.