અમરેલી રાધ્ોશ્યામ હોટેલથી ગાવડકા ચોકડી થઈ ચલાલા સુધીના રસ્તાની મરામત કરો : દંડક શ્રી કૌશિક વેકરીયા

અમરેલી,

રાજય સરકારમા નાયબ મુખ્ય દંડક અને અમરેલીના જાગૃત ધારાસભ્યશ્રી કૌશિક વેકરીયાએ નેશનલ હાઈવે ઓથોરીટીને પત્ર લખી આ રોડને તાકીદે રીપેર કરવા માંગણી કરી છે. અમરેલી શહેરના બાયપાસ રોડ પર આવેલી રાધ્ોશ્યામ હોટેલથી ગાવડકા ચોકડી થઈ ચલાલા જતો આ રસ્તો નેશનલ હાઈવે ઓથોરીટી હેઠળ આવતો રોડ હોય, કૌશિક વેકરીયાએ બિસ્માર થયેલા આ રસ્તાનું નવીનીકરણ કરવા ઓથોરીટીને પત્ર લખી તાકીદે આ રસ્તાની મરામત કરવા માંગણી કર્યાનું કૌશિક વેકરીયાની અખબાર યાદીમા જણાવવામાં આવેલ.