અમરેલી રેડ ઝોનમાં ફેરવાઇ શકે છે : તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ

અમરેલી,અત્યાર સુધી એક પણ પોઝીટીવ કેસ ન ધરાવનાર અને ગ્રીન ઝોનમાં રહેલા અમરેલીમાં આજ સુધીમાં 129 લોકોને કોરોનાના લક્ષણ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ દનનશીબે તમામના રિર્પોટ નેગેટીવ આવ્યા છે ત્યારે સોમવારે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં એક નાના બાળક સહિત કોરોનાના 4 શંકાસ્પદ દર્દી દાખલ કરાયા છે જેમાં બાબરાના નાની કુંડળ ગામના એક મહિલા દર્દીને ભાવનગર અને અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી સાથે દાખલ કરાતા ફફડાટ ફેલાયો છે અને બીજી તરફ અત્યાર સુધી ગ્રીન ઝોનમાં રહેલ અમરેલી જિલ્લામાં જે રીતે સુરત અને અમદાવાદથી સરકારી તંત્ર દ્વારા અમરેલી જિલ્લામાં પ્રવેશવાની મંજુરી અપાઇ રહી છે તે જોતા અને સુરત અમદવાદથી અહીં આવવા માંગતા લોકોની યાદીને લઇને અમરેલી જિલ્લો ગમે ત્યારે ઓરેન્જ અને રેડ ઝોનમાં ફેરવાઇ જાય તેવી શક્યતાને લઇને અમરેલીમાં 200 ઉપરાંતની વધ્ાુ 500 દર્દીઓને સાચવી શકાય તેવા કોવિડ કેર સેન્ટર બનાવવાનુ કામ તંત્ર દ્વારા પુરજોશમાં ચાલુ કરાયુ છે. મંજુરી લઇ જિલ્લામાં આવી રહેલા સુરત અમદાવાદથી આવનાર લોકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. આજે સોમવારે જ ચેકપોસ્ટ ઉપર જિલ્લા બહારના 75 પ્રવાસીઓ મંજુરી સાથેના મળ્યા હતા અને ગેરકાયદેસર રીતે મંજુરી વગર આવી જનારા લોકો અલગ લોકડાઉન પછી આજ સુધીમાં બહારથી આવ્યા હોય તેવા લોકોને ઘરમાં રહેવા માટે સુચના અપાઇ હોવા છતા 14 દિવસમાં જ સુચનાનો ભંગ કરી 607 લોકોએ બેદરકારી દાખવતા તેમને સરકારી ફેસેલીટીમાં મુકવામાં આવ્યા હતા તેમાં હજુ 281 છે. ત્યારે હજારોને લાખોની સંખ્યામાં બહારથી અમરેલી આવનાર લોકો ઉપર ભરોસો કેમ કરવો ? તેની પણ તંત્ર મુંજવણમાં છે કારણકે આ તો મંજુરી લઇને આવેલા લોકો હતા જ્યારે સરકારની પરવાનગી વગર 653 લોકો અમરેલી જિલ્લામાં ઘુસી ગયા હતા તેમને પણ સરકારી ફેસેલીટીમાં કવોરન્ટાઇન કરવામાં આવ્યા હતા આમા પણ હજુ 265 લોકો દાખલ છે અને હવે જો સુરત અમદાવાદથી લોકોને આવવાની મંજુરી મળે તો તેને કવોરન્ટાઇન કયાં અને કેવી રીતે કરવા તેની કોઇ સગવડતા કરવામાં સરકાર કે તંત્ર પહોંચી શકે તેમ નથી સાથે સાથે સુરત અને અમદાવાદથી અમરેલી આવવા માંગતા લોકોની ધિરજ પણ હવે ખુટી રહી છે તે પણ વાસ્તવીકતા છે પણ એ 2 લાખ લોકો સામે અમરેલી જિલ્લાની 16 લાખની જનતાના આરોગ્યનો પણ સવાલ છે તે પણ ન ભુલી શકાય.આજે સોમવારે બાબરાના મોટી કુંડળ ગામના 55 વર્ષના પેરાલીસીસના મહિલા દર્દી તા.24-4 ભાવનગર સારવાર માટે અને ત્યાંથી 27-4 ના અમદાવાદ અને ત્યાંથી 3 તારીખે અમરેલી આવ્યા હતા તેને દાખલ કરી સેમ્પલ લેવામાં આવ્યુ છે તથા ધારીના કરમદડીની 10 વર્ષની બાળાને જ્યારે લીલીયાના ક્રાંકચ ગામના એક માસના બાળકને અને ધારીની 15 વર્ષની બાળાને કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લેવામાં આવ્યા છે.દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઇ કાનાણીએ વિડીયો મેસેજમાં જણાવ્યુ છે કે શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રી નીતીનભાઇ પટેલે સૌરાષ્ટ્રમાં પરત ફરવા માંગતા લોકોને તેમના વતનમાં પરત પહોંચાડવા નિર્ણય લીધો છે અને બે દિવસમાં જ વ્યવસ્થાઓ ગોઠવાતા લોકોને સુરતથી સૌરાષ્ટ્રમાં જે તે જિલ્લામાં મંજુરી સાથે જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.