અમરેલી લક્ષ્મી ડાયમંડ ગર્લ્સ હોસ્ટેલમાં વિદાય સમારોહ યોજાયો

અમરેલી, શ્રીમતિ શાંતાબેન હરિભાઇ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત લક્ષ્મી ડાયમંડ ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ધો. 10,12, બી.એ., બી.કોમ., બી.બી.એ., બી.સી.એ., બી.એસ.સી., એમ.બી.એ. ની ફાઇનલયર વિદ્યાર્થીનીઓનો વિદાય સમારોહ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટી તથા લેઉવા પટેલ સમાજના સૌરાષ્ટ્રના આગેવાન વસંતભાઇ મોવલીયાના અધ્યક્ષ સ્થાને તથા લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખ કાંતીભાઇ વઘાસિયા, એમ.કે. સાવલીયા, પીન્ટુભાઇ ધાનાણી, ચતુરભાઇ ખુંટ, વલ્લભભાઇ રામાણી, મુકેશભાઇ શિરોયા, હરેશભાઇ બાવીશી, સંજયભાઇ રામાણીના અતિથિપદે યોજાયો હતો. સમગ્ર સમારોહનું દિપપ્રાગટય મહેમાનો દ્વારા કરીને વિદ્યાર્થીનીઓએ પોતાના સંસ્મરણો વાગોળીને, ડાન્સ ગીત વિવિધ કૃતિ ઓની પ્રસ્તૃતિ કરી હતી. આ તકે ઉપસ્થિત હરેશભાઇ બાવીશી તથા અધ્યક્ષ વસંતભાઇ મોવલીયા એ પ્રાસંગિક ઉદ્દબોધન કરીને વિદ્યાર્થીનીઓની શુભેચ્છા આપી હતી. સ્થાપક પ્રમુખ વસંતભાઇ ગજેરાના સેવાકાર્યને બિરદાવ્યું હતું. આ તકે ટ્રસ્ટી તથા લક્ષ્મી ડાયમંડ મુંબઇના એમ.ડી. અશોકભાઇ ગજેરાએ પોતાના સંદેશામાં સ્વચ્છતા, તંદુરસ્તી તથા પર્યાવરણ બાબતે જાગૃત રેવાનો સંદેશ આપીને વિદ્યાર્થીનીઓને અલ્પાહાર કરાવ્યો હતો. કાર્યક્રમના અંતે હોસ્ટેલમાં ફરજ નિભાવતા ગૃહમાતા, ડ્રાઇવર, રસોયા, સિકયુરિટી સ્ટાફનું વિદ્યાર્થીનીઓએ સન્માન કર્યુ હતું. તથા લક્ષ્મી ડાયમંડમુંબઇ તરફથી વકતવ્ય તથા સાંસ્કૃૃતિક કૃતિ પ્રસ્તૃત કરનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામો આપી. પુરસ્કૃત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફાઇનલ યર સ્ટ્રડડેન્ટસ્ દ્વારા તથા કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક વહીવટીય સંચાલક બિપીનભાઇ ધાનાણીએ માર્ગદર્શન પુરુ પાડયું હતું.