અમરેલી લાઠી રોડ વલ્લભ ચેમ્બર્સ પાછળ બાયો ડીઝલનો જથ્થો ઝડપાયો

અમરેલી,

અમરેલીના લાઠી બાયપાસ રોડ ઉપર વલ્લભ ચેમ્બર્સના પાછળ અંબુજા સીમેન્ટના ગોડાઉનની બાજુમા મુકેશ વિનુભાઈ કોલડીયા રહે. અમરેલી તેમજ ગોંડલના હર્ષ નામવાળા શીવમ શિવશકિત ઈન્ડ્રસ્ટ્રીઝ રાજકોટ વાળા પાસેથીજ ગેરકાયદેસર પાસ પરમીટ વગર સળગી ઉઠે તેવું અને હવાને પ્રદુષિત કરે તેવો પેટ્રોલીયમ પદાર્થ જવલનસિંહ પ્રવાહી 150 લી. રૂ/-10,500 બેરલ , માપીયું , ઈલેકટ્રીક મોટર ,એક પ્લાસ્ટિકની બોટલ સહિત સાધનો મળી કુલ રૂ/-12,900 ના મુદામાલ સાથે મળી આવતા પો. કોન્સ . કૌશિકભાઈ ટીલાવતે કાયદેસર કાર્યવાહી હાથ ધરી