અમરેલી લોહાણા પ્રમુખ અને ભામાશા શ્રી અંતુભાઇ સોઢાનું નિધન

કોરોના પોઝિટિવ આવેલા શ્રી અંતુભાઇ સોઢા સાંજે સ્વસ્થ હતા અને અચાનક રાત્રે તબીયત લથડી : અમરેલી શહેરમાં ઘેરા શોકની લાગણી

અમરેલી,કોરોનાએ રઘુવંશી સમાજમાં હાહાકાર મચાવ્યો છે રઘુવંશી સમાજના આગેવાન શ્રી જયસુખભાઇ પોપટ, જીતુભાઇ ઠક્કર, રાજુભાઇ વડેરા,મનોજભાઇ વણજારા સહિત 6 જેટલા લોકોની અણધારી વિદાયથી રઘુવંશી સમાજ તથા અમરેલી શહેર સ્તબ્ધ છે ત્યારે કોરોનાએ રઘુવંશી સમાજના મોભીને જ ઉપાડયા છે અમરેલી લોહાણા પ્રમુખ અને ભામાશા શ્રી અંતુભાઇ નરશીદાસ સોઢાનું નિધન થતા ઘેરો શોક છવાઇ ગયો છે.
કોરોના પોઝિટિવ આવેલા શ્રી અંતુભાઇ સોઢા સાંજે સ્વસ્થ હતા તેમણે શ્રી જીતુભાઇ ગોળવાળા, શ્રી પ્રકાશભાઇ કારીયા સહિતના આગેવાનો સાથે વાત પણ કરી હતી અને સાંજે 5 વાગ્યે તે સંપુર્ણ સ્વસ્થ હતા અને હવે ઘેર જવુ છે તેમ જણાવતા હતા પણ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલ શ્રી અંતુભાઇની અચાનક તબીયત લથડી હતી અને તેમનું નિધન થયુ હતુ તેમના નિધનના સમાચારથી અમરેલી શહેરમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.