અમરેલી વલ્લભ ચેમ્બર સામે નાળા પાસે ગેસ પાઇપલાઇન લીકેજ થતા આગ લાગી

અમરેલી,
અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ વલ્લભ ચેમ્બર સામે નાળા પાસે ગુજરાત ગેસની પાઇપ લાઇન લીકેજ થતા આગ લાગી હતી જ્યાં પાર્ક કરેલ બે છકડો રીક્ષા પણ આગની લપેટમાં આવતા નુકશાન થયુ હતુ. સદનશીબે કોઇ જાનહાની થયેલ નથી આ બનાવની જાણ થતા અમરેલી તાલુકા પોલીસ અને પાલિકાના બે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને અગાને બુજાવી હતી.