અમરેલી,
પીજીવીસીએલ દ્વારા વિજ ચોરી અટકાવવા ગઇ કાલે કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા ઉના અમરેલી એક ડિવીઝન નીચેના અમરેલી સર્કલમાં કોડીનાર – 1, કોડીનાર – 2 અને ઉના સહિતનું સાડા 37 ટીમોએ વિજ ચેકીંગ કર્યુ હતુ જેમાં રેસીડેન્શીયલ 559, ઔદ્યગોકી 6બીજી ટીમમાં રહેઠાણના 95, ઔદ્યોગીક 2 અને ત્રીજા વિભાગમાં મળી કુલ રૂા.17.30 લાખની ગેરરિતી ઝડપી હતી જ્યારે આજે બીજા દિવસે અમરેલી સર્કલનાં ગીર ગઢડા, ઉના -1 અને ઉના-2 વિસ્તારમાં 36 ટીમોએ ત્રાટકી 711 જોડાણો ચેક કર્યા હતા તેમાં 91 જોડાણો માંથી રૂા.21.09 લાખ ની ગેરરિતી પકડી પાડી હતી આમ બે દિવસમાં કુલ 38.39 લાખની ગેરરિતી ઝડપાઇ છે આજે બીજા દિવસે ઉનાના રસુલપરા જાંખીયા થોરડી બાબરીયા ફુલકા રણવંશી માઘરડી જાબાવળ સીમાસી, ચીખલી, લેરકા, રેવદ્રા, બોળીદર, સોનપરા, વ્યાજપુર, નાઠેજ, કાણેકબરા, રામેશ્ર્વર સામતેર, સોંદરડા, સોંદરડી, ગાંગડા, ખત્રીવાડા સહિતના ગામોમાં વિજ ચેકીંગ ટીમોએ ચેકીંગ કરી પાવર ચોરી કરનારાઓને ઉંઘતા ઝડપી લીધા હતા.