અમરેલી,અમરેલી વિજ સર્કલ નીચે ઉના ડિવીઝનમાં કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા ઉના સીટી, ઉના 1, ધોકડવા સહિતના ગામોમાં 34 ટીમોએ 686 જોડાણો ચેક કરી 98 જોડાણોમાં રૂા.19.55 લાખની વિજ ચોરી ઝડપી લીધી હતી. ઉના સીટી, ખોડીયાર નગર, રહેમનગર, કોટ વિસ્તાર, માલીવાડ, આરબવાડા, માણેક ચોક, નારીયેલી મૌલી, નાના સમઢીયાળા, સાણા વાંકીયા, પસવાડા, ઉનટવાળા, મોટી મૌલી, બેડીયા, બંધારડા, મોટા સમઢીયાળા, કોબ, ભીંગરણ, તડ સહિતના ગામોમાં વિજ ચેકીંગ ટીમોએ ચેકીંગ કર્યુ હતુ.