અમરેલી વિજ સર્કલની ચેકીંગ ટીમોએ રૂ.28,40 લાખની વિજ ચોરી ઝડપી : પાવર ચોરોમાં ફફડાટ

અમરેલી,

અમરેલી વિજ સર્કલમાં પાવરચોરી ઘટાડવા અમરેલી પીજીવીસીએલ સર્કલ ઓફીસની કોર્પોરેટ ડ્રાઈવ યોજાાતા ઉના 2 તથા ઉના સીટી અને ધોકળવા તેમજ આસપાસના ગામોમાં ચેકીંગ કર્યુ હતું.35 ટીમોએ 197 જોડાણો ચેક કરી 84 જોડાણોમાં ગેરરીતી પકડી પાડી હતી. હેઠાણના 82 જોડાણોમાં ગેરરીતી રૂ.13.61 લાખની બાર આવી હતી. એ જ રીતે બીજા દિવસે પણ કોર્પોરેટ ડ્રાઈવમા કોડીનાર-2, ગીરગઢડા, ધોકળવામાં 32 ટીમોએ 355 જોડાણો ચેક કરી 83 જોડાણોમાં 14.79 લાખની ગેરરીતી મળી બે દિવસમાં કુલ 28.40 લાખની ગેરરીતી પકડી પાડી હતી. આ ડ્રાઈવથી પાવર ચોરી કરનારાઓમાં ફફળાટ ફેલાયો .