અમરેલી વિજ સર્કલમાં 13.16 લાખની વિજ ચોરી ઝડપાઇ

અમરેલી,શિયાળામાં વિજલોડની વધુ જરૂરત હોય અને લોકો ચોરી પણ વધ્ાુ કરતા હોય તેથી વિજચોરી અટકાવવા પીજીવીસીએલની અમરેલી સર્કલની ટીમોએ આજે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિતના શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ કરી 68 જોડાણોમાં ગેરરીતિ પકડી 13.16 લાખની વીજચોરી પકડી હતી અમરેલી વિજ સર્કલ દ્વારા વિજચોરી અટકાવવા કોર્પોરેટ ડ્રાઇવ યોજી અમરેલી સર્કલની ટીમો ઉપરાંત એસકેડીની ટીમોએ સાથે રહી વિજ જોડાણ ચેક કર્યા હતા 27 ટીમોએ રહેઠાણના 201 અને વાણીજયક 9 કનેકશનો ચેક કરી કુલ 210 માં ગેરરીતિ પકડી પાડી હતી 11 કેવી જાફરાબાદ સીટી, 11કેવી પીપળીકાંઠા સીટી અને પીપળીકાંઠા વિસ્તાર તથા 11 કેવી રાજુલા સીટી અને રાજુલા સીટી વિસ્તાર તેમજ 11 કેવી તત્વજયોતી સીટી, જુના રાજુલા સીટી વિસ્તાર, હરીજનવાસ શુભમ નગર તથા 11 કેવી સાવરકુંડલા સીટી મહુવા રોડ, નાવલી ચોકી વિસ્તાર તથા 11 કેવી વંડા નીચેના પીયાવા વંડા, મેકડા, ફાચરીયા સહિતના ગામોમાં ચેકિંગ ટીમોએ ઝુંબેશ ચલાવી હતી પોતાના સીકયોરીટી સાથે ચેકિંગ ટીમોની ગાડીઓનો રસાલો ગામડામાં નિકળી પડતા કેટલાક લોકો ઉંઘતા ઝડપાઇ ગયા હતા પીજીવીસીએલની ડ્રાઇવમાં વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.