અમરેલી,આઇપીએસ શ્રી અનુપમસિંહ ગેહલોત અને મુખ્ય તકેદારી અધિકારી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ વડોદરાની સુચનાથી એચ.આર. ચૌધરી જોઇન્ટ એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક અને મુખ્ય તકેદારી અધિકારી બી.સી. ઠાકર સહિતની ટીમોએ વિજ ચોરી સામે ઝુંબેશ હાથ ધરી હતી. જેના ભાગરૂપે વિજ ચોરી ડામવા પીજીવીસીએલ અમરેલી સર્કલમાં આવેલ હોટલ, ધાબા, આઇસ્ક્રીમ પાર્લરો અને રહેણાંક વિસ્તારોમાં વિજ ચેકીંગ હાથ ધર્યુ હતુ જેમાં (1) ઇલાબેન પરમાર (ઠાકર ધણી હોટલ) રાજુલામાં 8 લાખ 50 હજાર, (2) અરવિંદભાઇ ગોરધનભાઇ કલસરીયા (રહેણાંક) ડુંગરમાં 50 હજાર, (3) ભીખાભાઇ ગાહાભાઇ રહેણાંક ડુંગર 1 લાખ 85 હજાર, (4) જીતુભાઇ મનુભાઇ વાણીયા (રહેણાંક) ડુંગરમાં 65 હજાર, (5) નાથાભાઇ આતાભાઇ (બજરંગ આઇસ કેન્ડી) ડુંગરમાં 2 લાખ (6) ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશનના પેટ્રોલ પંપ (ઘનશ્યામ પેટ્રોલપંપ) રાજુલામાં 12 લાખ 50 હજાર (7) નાથાભાઇ આતાભાઇ (રહેણાંક) ડુંગરમાં 40 હજાર ભીખાભાઇ ગાહાભાઇ સિદી (કોમર્શીયલ) ગામ ડુંગરમાં 12 હજાર (9) લોંગભાઇ શકુરભાઇ ગાહા (કોમર્શીયલ) ડુંગરમાં 1 લાખ 78 હજાર (10) જાદવભાઇ ભવાનભાઇ (કોમર્શીયલ) ડુંગર 2 લાખ 50 હજાર (11) રજુબેન વિનુભાઇ કલસરીયા (રહેણાંક) ડુંગરમાં 16 હજાર, દુબાભાઇ હરીભાઇ રહેણાંક ડુંગરમાં 20 હજાર, રફીકભાઇ આદમભાઇ હીંગોરા રહેણાંક ડુંગરમાં 25 હજાર, મનિષભાઇ બાલુભાઇ માંડલીયા (મહાદેવ લાઇવ આઇસ્ક્રીમ) સલડીમાં 9 લાખ (15) રામભાઇ નરશીભાઇ પાનસુરીયા (ખોડલ હોટલ અને કોઠી આઇસ્ક્રીમ) સલડીમાં 15 લાખની કાળુભાઇ મગનભાઇ દેવાણી રહેણાંક સલડીમાં 1 લાખ 50 હજારની વિજ ચોરી સહિત કુલ 16 સ્થળોએ ગેરરિતી માલુમ પડતા અંદાજીત 56 લાખ 91 હજારની વિજ ચોરી પકડી પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવા કાર્યવાહી કરવામાં આવી છે.