અમરેલી,
અમરેલી વિદ્યાસભા સંસ્થામાં જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ ઓફ એકસલન્સ યોજના શરુ કરવા મંજુરી આપી દેવામાં આવેલ છે.આ યોજના અંતર્ગત ધો6 થી 12 સુધી બાળકના અભ્યાસ – નિવાસ – ભોજન અને અન્ય ખર્ચ માટે યોજના અંતર્ગત નિ:શુલ્ક સુવિધાઓ રહેશે.ગત જુન-2023 માસમાં ભઈ્ (કોમન એન્ટરસ ટેસ્ટ)નું મેરીટ લીસ્ટ જાહેર થયેલ જે મુજબના બાળકો ધોરણ-6 માં આ યોજના અંતર્ગત સ્કોલરશીપ સ્વરૂપે આપવામાં આવશે.શાળામાં-અનેક એકસલન્સ સુવિધાઓ સાથે વિદ્યાર્થીઓ વિશ્વસ્તરીય અભ્યાસ મેળવશે.ધોરણ-6 થી 8 માં મિશ્ર માધ્યમ અને ધોરણ-9 થી અંગેજી માધ્યમમાં અભ્યાસ કરી શકે તેવા સિલેબસ અને શિક્ષણ વિભાગના ગાઈડલાઇન મુજબના ક્વોલીફાઈડ શિક્ષકો દ્રારા થશે શિક્ષણ કાર્ય.આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મળશે બેસ્ટ ટીચિંગ,બેસ્ટ રેસીડેન્સ અને બેસ્ટ ફુડ. શાળામાં સ્માર્ટક્લાસ , અધ્યતન છ્ન્ લેબ ,સાયંસ લેબ , વર્કશોપ , ઘ:્ લેબ ,લેન્ગવેજ લેબ ,મ્યુજીક રૂમ જેવી અનેક અધ્યતન સુવિધાઓ મળશે. વિદ્યાસભા સંસ્થાને ચાલુ વર્ષે બેસ્ટ સ્કુલ એવોર્ડ માન. શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના હસ્તે મળેલ છે. શિક્ષણ હોય, સ્પોર્ટ્સ હોય કે અત્યાધુનિક ટેકનોલોજી સાથેની સુવિધાઓ હોઈ હંમેશા અગ્રેસર રહી અમરેલી જીલ્લાના છેવાડા ના ગામડાઓ સુધી શ્રેષ્ઠ શિક્ષણ. પ્રદાન કરતા થયા છે .પાયાના શિક્ષણથી લઈ પ્રોફેશનલ ડીગ્રી સુધી અમરેલીના આંગણે જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ શરુ થવા જઈ. રહી હોય ત્યારે વિદ્યાસભા સંસ્થા મેનેજમેન્ટને શિક્ષણપ્રેમી જનતા તરફ થી તેમજ સંચાલક મિત્રો,અમરેલીના અગ્રણીઓ ,સામાજિક સેવાકીય સંસ્થાઓ વગેરે તરફથી સાર્વત્રિક અભિનંદન સાથે શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે. કેન્દ્ર સરકારની નવોદય યોજના જેવી જ ધોરણ-6માં પ્રવેશ મેળવી યોજનાનો લાભ મેળવે તેવી આ રાજ્ય સરકારની યોજના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. તારીખ-26/10/2023 થી શાળા પસંદગી માટે ઓનલાઈન પોર્ટલ શરુ થયેલ છે જેમાં અમરેલી વિદ્યાસભાની મર્યાદિત સીટ ખુબ જ ઝડપથી ફળવાય રહી છે.વેહલા તે પહેલા ના ધોરણે પ્રવેશ મેળવી રહ્યા છે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ. સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા એ જણાવ્યું હતું કે સંસ્થામાં ફક્ત શિક્ષણ નહિ પરંતુ સર્વશ્રેષ્ઠ શિક્ષણ સાથે બાળકો નો સર્વાગી વિકાસ કરવો તે માટે સંસ્થા મેનેજમેન્ટ કટીબધ્ધ છે.સંસ્થામાં મંત્રીશ્રી.મનસુખભાઈ ધાનાણી, ટ્રસ્ટીશ્રી ચતુરભાઈ ખુંટ,,ડાયરેક્ટર શ્રી વસંતભાઈ પેથાણી દ્રારા સેમસ્ટર-2 માં યોજના અંતર્ગત પસંદગી પામેલ વિદ્યાર્થીઓ માટે પેહલા દિવસથી જ શ્રેષ્ઠ સુવિધાઓ સાથે સંપૂર્ણ અભ્યાશિક વાતાવરણમાં સર્વાંગી વિકાસ ની રાહ પર શિક્ષણકાર્ય શરુ થાય તે માટે તૈયારીઓ શરુ છે.