અમરેલી વિદ્યાસભામાં દીકરીઓ માટે 50 ટકા ફી માફ

અમરેલી,
અમરેલી જીલ્લા વિદ્યાસભા કેમ્પસમાં છેલ્લા 15 વર્ષથી ગુજરાતી માધ્યમ અને અગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત થઈ છે. 1400 દિકરા માટે નિવાસી વ્યવસ્થાની 3 હોસ્ટેલ બિલ્ડિંગ તમામ સુવિધા સાથે સજજ છે. છેલ્લા પ વર્ષથી 400 દિકરીઓ માટે નિવાસી વ્યવસ્થા નિર્માણ થઈ છે. કેમ્પસમાં ધોરણ 1 થી 12ની સાયન્સ , કોમર્સ અને આર્ટ્સની ગુજરાતી તેમજ અગ્રેજી માધ્યમની શાળાઓમાં ક્રોષ્ઠ સુવિધા સાથેના 21 મી સદીને અનુરૂપ ડિઝીટલ શિક્ષણ સાથે શિક્ષણકાર્ય થઈ રહયું છે. કેમ્પસમાં પ્લે ગ્રાઉન્ડ થી લઈ પોસ્ટ ગેજયુએટ સુધીના અભ્યાસક્રમો કાર્યરત છે. નર્સીંગ , એન્જિનિયરિંગ , 3/ .1013/, 1.601 આર્ટસ , સાયન્સ , 1367 જેવી દિકરા દિકરીઓ માટેની કોલેજો સાથે જીલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ પણ કાર્યરત છે. શ્રી વસંતભાઈ ગજેરાની નિશ્રામાં સમ્રગ ગુજરાતમાં જુદી-જુદી સંસ્થાઓના માધ્યમથી લગભગ 50 હજારથી વધુ દિકરા-દિકરીઓ વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરી રહયા છે. સૂરત સ્થિત વાત્સલ્યધામ એ વસંતભાઈ ગજેરા અને ગજેરા પરિવારનું સમાજ અને રાષ્ટ્રપ્રત્યેની કૃતજ્ઞતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમરેલી જીલ્લામાં નમુનેદાર ગજેરા સંકુલ નિર્માણ કરી રાષ્ટ્ર ને સમર્પિત કર્યા બાદ અમરેલી જીલ્લા વિધસભાને ડો. જીવરાજ મહેતાના સ્વપ્ન સમી નવનિર્મિત કરવાનું પ્રશંસનિય કાર્ય શ્રી વસંતભાઈ ગજેરાના નેતૃત્વ માર્ગદર્શન અને યોગદાનથી શકય બન્યું છે. શિક્ષણ બાદ આરોગ્ય ક્ષેત્રે અમરેલીને મેડિકલ કોલેજની ભેટ આપી અને સિવિલ હોસ્પિટલના માધ્યમથી લોક સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડી. વતન પ્રત્યેનો પ્રેમ અને કૃતજ્ઞતા વ્યકત કરવામાં વસંતભાઈ ગજેરા ખરા ઉતર્યા છે.
હવે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના સર્વે સમાજની દિકરીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવે એવા ઉદેશ્યથી ચાલુ વર્ષથી વિધાસભા કેમ્પસ ખાતેની શાળાઓમાં હવે પ્રવેશ મેળવનાર દિકરીઓને સ્કૂલ ફી માં 5099 ફી રાહત આપવાનો તેમજ હોસ્ટેલ ફી માં વાર્ષિક 13000 થી 18000 જેટલી સ્કોલરશીપ આપવાનો સવેદનશીલ નિર્ણય પ્રમુખશ્રી વસંતભાઈ ગજેરાએ કર્યા છે. ત્યારે આવનારા દિવસોમાં હજારો દિકરીઓને આ લાભ મળશે. તેમજ સામાન્ય ઘર કુંટુંબની દિકરીઓ પણ શિક્ષણ મેળવી શકે.શિક્ષણ, સંસ્કાર અને શિસ્તથી ઉમદા નાગરિક બની પરિવાર અને રાષ્ટ્ર પ્રત્યે પોતાનું યોગદાન આપે તેવા સમાજનું નિમાર્ણ કરવા ગજેરા પરિવાર હમેંશા કાર્યરત છે.