અમરેલી વિસ્તારમાંથી ત્રણ શખ્સોને ચોરીના પાંચ મોટર સાયકલો સાથે પકડી પાડયા

  • રૂ.1,35,000 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડ

અમરેલી,
પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. રાઘવેન્દ્રાકુમાર ધાધલ તથા પો.કોન્સે. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા નાઓની ટીમ દ્રારા અમરેલી શહેરના સોમનાથ મંદિર પાસેથી ત્રણ ઇસમો સુરેશ ઉર્ફે નાનો બબાભાઇ પરમાર ઉ.વ.21 ધંધો- મજુરી રહે.ખારા તા.લીલીયા જી.અમરેલી , ગોવિંદ લલ્લુભાઇ પરમાર ઉ.વ.23 ધંધો-મજુરી રહે.વરૂડી રોડ, જગુપુલ પાસે અમરેલી કાળુભાઇ અમરાભાઇ પરમાર ઉ.વ.20 ધંધો-મજુરી રહે.ખારા તા.લીલીયા જી.અમરેલીને તેના કબ્જામાં રહેલ ચોરીના 05-મોટર સાઇકલો હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-05-પીકે-9686 કિ.રૂ.30,000/- ,હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-14-એસી-7230 કિ.રૂ.30,000/- ,હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-04-બીકયુ-1920 કિ.રૂ.15,000/- ,હીરો સ્પ્લેન્ડર પ્રો રજી.નં. જીજે-03-જેએ-2716 કિ.રૂ.30,000/- ,હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-03-ઇએમ-0917 કિ.રૂ.30,000/- સાથે પકડી પાડી ભાવનગર તથા રાજકોટ તથા અમરેલી જીલ્લાનઓમાં થયેલ વાહન ચોરીઓનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે. તા.09/09/2020 ના કલાક 17/30 વાગ્યે અટક કરેલ છે. પકડાયેલ ઇસમોના રહેણાંક મકાનેથી ચોરીના મોટર સાયકલ મળી આવેલ છે. જેમાં અમરેલી સીટી પો.સ્ટે. ગુ.ર.નં.11193003201450/2020 IPCF. ક.379, લાઠી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.43/2018 IPCF. ક.379 , ભાવનગર નિલમબાગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.235/2018 IPCF. ક.379 મુજબના ગુન્હા ડીટેકટ થયાં છે. પકડાયેલ ત્રણ આરોપીઓ તથા ચોરીના 05-મોટર સાયકલ કિં.રૂ.1,35,000/- નો મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટે2શનમાં સોંપી આપેલ છે.