અમરેલી વિહીપ અને શ્રી ધાનાણી વેપારીઓની વ્હારે

અમરેલી,અમરેલીના ચકચારી જેશીંગપરા લેન્ડગ્રેબીંગ પ્રકરણમાં અમરેલી શહેર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણી પણ વેપારીઓની વ્હારે આવ્યા છે મુખ્યમંત્રીને શ્રી પરેશ ધાનાણીની રજુઆતથી સચિવોને જરૂરી સુચનાઓ અપાઇ છે અને વિવિધ આગેવાનોએ વેપારીઓની મુશ્કેલી દુર કરવા પણ માંગ કરી છે. અમરેલી જેશીંગપરામાં લેન્ડગ્રેબીંગ તળે 21 ગરીબ વેપારીઓને પરેશાન કરાતા ગરીબ વેપારીઓના સમર્થનમાં અમરેલી વિશ્વ હિંન્દુ પરિષદના આગેવાનોએ જણાવ્યુ કે, નાના વેપારીઓ પ્રત્યે કુણુ વલણ દાખવી સરકારે પણ સમર્થન કરવુ જોઇએ અને વેપારીઓને ખોટી હેરાનગતી ન થાય તેવા નિર્ણય લેવા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો શ્રી ભાનુભાઇ કિકાણી, હસમુખભાઇ દુધાત, નયનભાઇ દવે, આશીષભાઇ ગણાત્રા, બાબુલભાઇ ત્રિવેદી, રાજુભાઇ વિઠલાણી, ભરતભાઇ કાનાણી સહિતના આગેવાનોએ માંગ કરી રોષ વ્યક્ત કર્યાનું જણાવ્યુ છે એ જ રીતે ગુજરાત વિધાનસભાના પ્રશ્ર્નકાળ બાદ મુખ્યમંત્રીશ્રી રૂપાણીને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કંઇ ઇશારો કર્યો અને બાદમાં આ બેઉ અલગ અલગ દરવાજેથી બહાર નીકળ્યા હતા ભાજપના સભ્યોનું ધ્યાન શ્રી રૂપાણી ઉપર જ હોય છે આથી સાંકેતીક વાતચીત પછી શું થઇ રહયુ છે એ જોવા કેટલાક તો ગૃહની બાર નીકળ્યા હતા પણ બહાર બેઉમાંથી કોઇ મળ્યુ ન હતુ ઉલ્ટાનું શ્રી રૂપાણી સીએમઓમાં અને શ્રી ધાનાણી તેમના કાર્યાલયમાં હતા આ અંગે પત્રકારોને શ્રી ધાનાણીએ જણાવ્યુ કે અમરેલીમાં વેપારીઓ ઉપર લેન્ડગ્રેબીંગનો કેસ નોંધાતા સીએમને ટેલીફોનીક રજુઆત માટે ઇશારો કર્યો હતો અને સંસદીય બાબતોના મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબીનેટની બેઠકમાં સીએમએ સીએસ સહિત તમામ વિભાગના સચિવોને વિપક્ષની સાચી વાતને ધ્યાને લેવા આદેશ કર્યાનું જાહેર કર્યુ હતુ આમ અમરેલી જેશીંગપરાના લેન્ડગ્રેબીંગ પ્રકરણ ગાંધીનગર સુધી પહોંચ્યાની સાથે વિરોધપક્ષના નેતા પણ વ્હારે આવ્યા છે.