અમરેલી,
સમગ્ર ગુજરાતમાં બીપોરજોય વાવાઝોડાને કારણે અસર થતા અમરેલી વીજ સર્કલના 124 ્ફીડરો હાલ બંધ સ્થિતિમાં છે વીજ વાયરીંગ સહિતને નાની મોટી નુકસાની થયેલ છે .હાલની સ્થિતિમાં મોટાભાગની વીજલાઇનો અને ફીડરોને કારણે ગ્રામ્યવિસ્તારોમાં ખેતીવાડી, વીજ લોડીંગ તાત્કાલીક થાય તે માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહયા છે વીજ લાઇનો અને વીજ ફીડરો રીપેરીંગ થયા બાદ ખેતીવાડીનો વીજ પુરવઠો શરૂ થાય તેવી શકયતાઓ વચ્ચે હાલ લોકો પરેશાન થઇ રહયા છે.