અમરેલી,લોકડાઉન બાદ લાંબો સમય સુધી મીટરગેજ ટ્રેનો બંધ રહયા બાદ આખરે રેલ્વેએ મંજુરી આપતા અમરેલી જુનાગઢ અને અમરેલી વેરાવળ મીટર ગેજ ટ્રેનો આજથી સ્પેશ્યલ ટ્રેનયાત્રીઓની માંગણી ધ્યાને રાખી ચલાવાશે પશ્ર્ચિમ રેલ્વે ભાવનગર મંડળ દ્વારા અમરેલી વેરાવળ અમરેલી(09508/09505)અને અમરેલી જુનાગઢ અમરેલી મીટરગેજ દેૈનિક ટ્રેન ચલાવવા મંજુરી અપાતા આ સ્પેશ્યલ ટ્રેનોનું ભાડુ મેલ એકસપ્રેસ ટ્રેનના જનરલ કોચના ભાડાઓ સમાન હશે.
આ બંને ટ્રેનોનો સમય નિયત થયા મુજબ અમરેલી વેરાવળ અમરેલી(09508/09505) મીટરગેજ દેૈનિક ગાડી નં.09505, વેરાવળ અમરેલી 16 ડિસેમ્બર 2021 થી દરરોજ વેરાવળ સ્ટેશનથી બપોરે 12:50 વાગે ઉપડશે અને સાંજે 18 કલાકે અમરેલી સ્ટેશન પહોંચશે આ રીતે ગાડી નં.09508 અમરેલી વેરાવળ 17 ડિસેમ્બર 2021 થી દરરોજ અમરેલી સ્ટેશનથી બપોરે 12:05 મીનીટે ઉપડશે અને સાંજે 17:20 કલાકે વેરાવળ પહોંચશે આ બંને ટ્રેનો દિશાઓમાં અમરેલી પરા, ચલાલા ધારી, ભાડેર, જેતલવડ, વિસાવદર, સતાધાર, કાશીયાનેશ, સાસણગીર, ચીત્રાવર, તાલાલા અને સવની સ્ટેશન પર રોકાશે અમરેલી જુનાગઢ અમરેલી(09539/09540)મીટરગેજ દેૈનિક સ્પેશ્યલ ગાડી નં.09539 અમરેલી જુનાગઢ 17 ડિસેમ્બર 2021 થી દરરોજ અમરેલી સ્ટેશનથી સવારે 6:25 વાગે ઉપડશે અને જુનાગઢ સ્ટેશન પર 10:15 વાગે પહોંચશે આ રીતે વળતા ગાડી નં.09540 જુનાગઢ અમરેલી 17 ડિસેમ્બરથી 17:40 કલાકે ઉપડશે અને અમરેલી સ્ટેશન પર રાત્રે 21:30 વાગે પહોંચશે બંને ટ્રેનો અમરેલી પરા, ચલાલા ધારી, ભાડેર, જેતલવડ, વિસાવદર, જુની ચાવંડ, બિલખા, તોરણીયા સ્ટેશને રોકાશે યાત્રા દરમિયાન માસ્ક પહેરવુ ડિસ્ટન્સ જાળવવુ અને સેનીટાઇઝરનો ઉપયોગ કરવો નિયમોનું પાલન કરવુ જરૂરી છે.