અમરેલી વ્હાઇટ હાઉસમાં પટેલ રેફ્રીજરેટરની દુકાનમાં ફ્રીજના કમ્પ્રેશરમાં આગ લાગી

અમરેલી,

અમરેલી હદ વિસ્તારમાં આવેલા વ્હાઇટ હાઉસ કોમ્પલેક્ષમાં પટેલ રેફ્રીજરેટર નામની દુકાનમાં તા.13-9 ના અચાનક ફ્રીજના કમ્પ્રેશરમાં આગ લાગતા ટેલીફોનીક ફાયર કંટ્રોલ રૂમને જાણ થતા ફાયર ઓફીસર એસ.સી. ગઢવીની રાહબરી નીચે ઇન્ચાર્જ ફાયર ઓફીસર હરેશભાઇ સરતેજા, હિંમતભાઇ બાંભણીયા, આનંદ જાની, અશોકભાઇ વાળા, ભગવતસિંહ ગોહીલ, કરણભાઇ ગઢવી, સાગરભાઇ પુરોહીત, હર્ષપાલ ગઢવી, ભુરીયા જગદીશ, ઓળકીયા કૃષ્ણભાઇ, ડાભી સવજીભાઇ સહિતના ફાયર સ્ટાફે ઘટના સ્થળે પહોંચી ફાયર સીસ્ટમનો ઉપયોગ કરી આગને કાબુમાં લીધી હતી.