અમરેલી શહેરનાં જાણીતા ડેન્ટીસ્ટ ડો.તુષાર બોરાણીયાએ પૂર્ણ ચંદ્ર પોતાના કેમેરામાં કેદ ર્ક્યો

  • સચ કર સપનો કો હમને આસમાન પાયા હૈ, ઉસી આસમાં કે ચાંદ કો હમને ગવાયા હૈ

અમરેલી,અમરેલીના જાણીતા ડેન્ટીસ્ટ ઓમ ડેન્ટલ કલીનીકના સંચાલક ડો.તુષાર બોરાણીયા તબીબી વ્યવસાયની સાથે એક આર્ટિસ્ટ, પેઈન્ટર, ફોટોગ્રાફર પણ છે તેમણે પોતાના કેમેરામાં ઘરની અગાશી પરથી શરદપૂર્ણીમાનો પૂર્ણ ચં કેદ ર્ક્યો હતો.
અમરેલીમાં ઓમ ડેન્ટલ કલીનીક ચલાવતા તથા સાલસ, સરળ, મીતાભાષી તથા બીએપીએસ સાળંગપુર પ.પૂ.ડો.સ્વામીની પણ દાંતની સારવાર કરી ચુકેલ ડો. તુષાર બોરાણીયા એક માનવતાવાદી, આદર્શ ડેન્ટીસ્ટની સાથે સાથે એક ઉતમ પેશનેટ આર્ટિસ્ટ, પેઈન્ટર અને ફોટોગ્રાફર પણ છે. ભારત અને વિશ્ર્વની બહુમુખી પ્રતિભાઓના આબેહુબ પેઈન્ટીંગ તથા પક્ષીઓ અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફીનો અનોખો શોખ ધરાવતા ડેન્ટીસ્ટ ડો.તુષાર બોરાણીયાએ શનિવારે શરદપૂર્ણીમાંની અજવાળી મધરાતે સોળેકળાએ ખીલેલ પૂર્ણ ચંની તસ્વીર પોતાના કેમેરામાં કેદ કરીને કલારસિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે ડો.તુષાર બોરાણીયા પોતાના શોખ ખાતર રોજ વહેલી સવારે કામનાથ, વડીઠેબી, થોરડી, શેત્રુંજી, વિ.સ્થળોએ જઈને કુદરતના અણમોલ રત્નો સમાન પક્ષીઓની અનોખી અદાઓ પોતાના કેમેરામાં કેદ કરીને તસ્વીર પારખુઓને ઉતમ તસ્વીરો પીરસે છે તથા વિશ્ર્વ વંદનીય સંત વિભૂતી પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની અનેક પેઈન્ટીંગ જેઓએ બનાવ્યા છે તે આ એક આદર્શ ડેન્ટીસ્ટ, તબીબ ઉપરાંત કલાના ક્સબી, કલાકાર ડો.તુષાર બોરાણીયાની આ પૂર્ણ ચંની તસ્વીર બદલ સમગ્ર ગુજરાતભરમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.