અમરેલી શહેરના મંદિરોમાં આરતીના કાર્યક્રમો યોજાયા

  • અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે શિલાન્યાસ વિધી થતા
  • આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ દ્વારા ઠેરઠેર આરતી યોજાઇ

અમરેલી,
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શિલાન્યાસ વિધી કરવામાં આવતા સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છવાયો છે ત્યારે અમરેલી શહેર અને જિલ્લાભરમાં હિંદુ લોકોએ અને વિવિધ સંગઠનોએ મંદિરોમાં આરતી ઉતારી પ્રસાદ વહેંચ્યો હતો. અમરેલી ચક્કરગઢ રોડ ઉપર આવેલ રામેશ્ર્વર મહાદેવ મંદિરે અમરેલી આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના પ્રાંત અધ્યક્ષ જી.જે. ગજેરાની આગેવાનીમાં કાર્યકરો અને હોદેદારોની ઉપસ્થિતીમાં દિપમાળાની આરતી અને પ્રસાદ વેંચીને ખુશી મનાવી હતી. આ પ્રસંગે શ્રી ગજેરાએ જણાવેલ કે અમરેલી જિલ્લામાંથી પણ ત્રણ વખત કાર સેવકો અયોધ્યા ડો. પ્રવિણભાઇ તોગડીયાના માર્ગદર્શન નીચે જવા રવાના થયેલ અને રસ્તામાં અનેક વિઘ્નો આવ્યા હતા અમરેલીના કિશોરભાઇ જાનીએ રામ મંદિરનો પાયો ન નખાય ત્યાં સુધી ચપ્પલ ન પહેરવા અગડ લીધ્ોલ આજે તેઓ સ્વધામ પહોંચતા આપણી વચ્ચે નથી પરંતુ તેમનો સંકલ્પ આજે પુર્ણ થયો છે. અમરેલી રામજી મંદિરે આર્ષ અધ્યયન કેન્દ્રના શ્રી નિત્ય સુધ્ધાનંદ સ્વામી, અમરેલી જિલ્લા વિશ્ર્વ હિંદુ પરિષદના હોદેદારો, કાર્યકરો, શહેરના અગ્રણી વેપારીઓ, જે.પી. સોજીત્રા, સંજયભાઇ રામાણી સહિતના રાજકીય આગેવાનોની ઉપસ્થિતીમાં આરતી કરીને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.