અમરેલી શહેરની આન બાન અને શાન સમા ટાવરનો ઘુમ્મટ તુટી પડે તેવી દહેશત

અમરેલી,
અમરેલી પુરવતન કાલ ના સંભારણા સમાન અનેક બિલ્ડીંગો અને કલાકૃતિઓ આજે પણ ભવ્ય સંભારણા બની દૈેદીત્યમાન છે પરંતુ સરકારના કામઢા તંત્ર દ્વારા કોઇ દરકાર કરાતી નથી સરકારનું પુરાતત્ વ ખાતુ પણ મોૈન ધરી બેઠુ હોય તેમ એૈતિહાસીક મહત્વ ધરાવતી અનેક મિલ્કતો હાલ ધ્ાુળ ખાઇ છે.જો કે કરોડોની મિલ્કત માત્ર આળસને કારણે ઘુળધાળ થઇ રહી છે અને તેનો ભાતીગળ ઇતિહાસ પણ ગતાંમાં ધકેેલાતો જાય છે.આમ એટલા માટે કહેવુ પડે છે કે અમરેલીની આન બાન અને શાન સમા ટાવરની જાળવણી અભાવે બદતર હાલત દિવસે દિવસે બનતી જાય છે આ ટાવરના ઉપરના ભાગની પડદી પણ ગમે ત્યારે તુટી પડે તેમ હોવા ઉપરાંત ઉપરનો ભાગ કોઇ ઉપર પડશે તો અકસ્માતની પણ દહેશત ઉભી થઇ છે આવી કોઇ અણધારી ઘટના બને તે પહેલા ટાવરની હાલત સુધારવાની જરૂરત છે.પછીના અમરેલી શહેરમાં એક સમયે પુરા શહેરમાં ટાવરના ડંકા સંભળાતા અને શહેરની શોભામાં વધારો કરાતો પાછળથી ટાવરની ઘડિયાળ રીપેર કરાવી ડંકા શરૂ કરાવ્યા ને ફરીથી ઘડિયાળ બંધ થઇ ગઇ સાથે સાથે ઇમારતની જાળવણી ન થતા કાંગરા ખરી રહયા છે.આ અંગે સરકારે પણ ગંભીરતા દાખવવી જરૂરી હોવાની લોકમાંગણી ઉઠી છે.