અમરેલી,અમરેલીના ગાયકવાડી સમયના અમરેલીની શાનસમા અને અમરેલીની ધરોહર ગણાતા ટાવરના ચાર પૈકીનો એક જરૂખો તુટી અને નમી ગયો છે અને આ બે દિવસના વાવાઝોડામાં તુટી ગમે ત્યારે નુકશાન કરી શકે તેમ છે છતા તંત્રને તે રિપેર કરવામાં કોઇ રસ નથી.અમરેલી શહેર વિકાસ સમિતિના ચેરમેન શ્રી પી.પી.સોજીત્રાએ જણાવ્યુ હતુ કે અમરેલીની ધરોહર જેવા ગાયકવાડના સંભારણા સમા ટાવરમાં અવાર નવાર ખોટકા આવે છે વેપારીઓ દ્વારા તેમની પાસે ઘડીયાળ બંધ હોય કે આ જરૂખો તુટે તેમ હોય તેવી અવાર નવાર ફરિયાદો આવે છે અને મેં તે અંગે નગરપાલીકા તથા ચીફ ઓફીસરને ધ્યાન દોર્યુ છે પરંતુ તેમને ટાવરને કલર કરાવવો કે ઘડીયાળ રિપેર કરાવવી કે આ જરૂખો રિપેર કરાવવો તેમા રસ નથી તેવુ મને લાગી રહયુ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ સુધી વાવાઝોડાની આગાહી છે ધારી બગસરામાં વૃક્ષો તુટયા છે ત્યારે જ્યાં ભરચક મેદની હોય છે તેવા ટાવર ઉપરનો જરૂખો તુટે અને મોટી દુર્ઘટના સર્જાયે તે પહેલા તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે.